મસ્ક 12મા સંતાનના પિતા બન્યા શીવોન ઝીલીસ ત્રીજીવાર મા બની

  • June 25, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દુનિયાના સૌથી ધનાઢ્યની સૂચી માં સૌથી ટોપ પર રહેતા ઇલોન મસ્ક 12માં સંતાનના પિતા બની ગયા છે.તેમણે ન્યુરોલીંકની એક્ઝીક્યુટીવ શીવોન ઝીલીસ સાથે આ ત્રીજા બાળકને દુનીયામાં આવકાર્યું છે. જો કે દંપતીએ એ ખાનગી રાખ્યું છે કે બાળક દીકરો છે કે દીકરી.વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓ પૈકીના એક ઇલોન મસ્ક અગાઉ 11 બાળકોના પિતા હતા જ અને હવે તેમને ત્યાં 12મા બાળકનો જન્મ થયો છે. આ તકે તેમના પર એવી ટીપ્પણી થઈ રહી છે કે તેમને પિતા બનવાની ખબર લોકોથી છુપાવી છે ત્યારે તેમણે કહ્યું કે મારા અને શીવોન ઝીલીસ માટે આ નવી બાબત નથી. આમાં કશું છુપાવવાનું ન જ હોય. મારા પરિવારના સદસ્યો આ બાબતથી વાકેફ છે જ.તેમને એવી પણ ટકોર કરી હતી કે બાળકનો જન્મ થવાનો છે એની જાહેરાત પ્રેસ રિલીઝ આપીને ન કરવાની હોય.નોંધનીય છે કે શીવોન ઝીલીસ આ ત્રીજા બાળકની માતા બની છે જયારે ઇલોન મસ્ક 12મા બાળક ના પિતા.

ઇલોન મસ્કને ઘટતી જન સંખ્યા પર આપત્તિ જતાવી હતી અને કહ્યું હતું કે વિશ્વના અનેક દેશોમાં જન્મ દર મૃત્યુ દર કરતા ઘણો જ ઓછો બની ગયો છે. જે ચિંતાજનક છે.તેમણે 2022માં જ પરિવાર મોટો હોવો જોઈએ તે બાબતને સમર્થન આપ્યું હતું.ટેસ્લાના દિગ્ગજ ઇલોન મસ્કએ 2021માં ઝીલીસ સાથે પોતાના જોડિયા બાળકોનું સ્વાગત કર્યું હતું. થોડા સમય પછી તેમને અને પોપ ગાયિકા ગ્રીમ્સે સરોગસીના માધ્યમથી એક દીકરીને આવકારી હતી.જો કે હાલમાં 36 વર્ષની ગ્રીમ્સ અને ઇલોન મસ્ક વચ્ચે 3 બાળકની કસ્ટડી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application