ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક આવેલું અને સૈકાઓ જૂનું પુરાતત્વ વિભાગ હસ્તકનું મુરલી મનોહર મંદિર ખખડધજ હાલતમાં છે.
આ મંદિરના વિકાસ માટે ગુજરાત સરકારે કમિટીની રચના કરી છે અને આ કમિટી દ્રારા મંદિરના ડેવલપમેન્ટ માટે પિયા ૬ કરોડનો પ્રોજેકટ સરકારમાં રજૂ કરાયો છે.
સરકારે રચેલી નવી કમિટીના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે છ કરોડ માંથી ૨૮ લાખની ગ્રાન્ટ આવી ગઈ છે અને તેમાંથી આ મંદિરની અંદરના ભાગે આવેલ મૂર્તિ સહિતના ભાગોને કેમિકલ ટ્રીટમેન્ટ આપીને મજબૂતાઈ પ્રદાન કરવામાં આવશે.
મંદિર અને તેની અંદરના ભાગની જવાબદારી પુરાતત્વ વિભાગ પાસે જ રહેશે. પરંતુ મંદિર આસપાસના એરિયામાં લોકો માટે રહેવાની વ્યવસ્થા માટેના ઉતારા, યજ્ઞશાળા, પાકિગ, વૃક્ષારોપણ, ભોજનશાળા જેવા કામ સરકારે રચેલી કમિટીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.
આ કમિટીના અધ્યક્ષ કલેકટર રહેશે યારે ઉપાધ્યક્ષ તરીકે ડેપ્યુટી કલેકટર અને કમિટીના સભ્યોમાં મામલતદાર ધારાસભ્ય પુરાતત્વ વિભાગના અધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખ સુપેડી ગામના સરપચં વગેરેનો સમાવેશ કરાયો છે.
રાજકોટ જિલ્લા કલેકટર તત્રં પાસે અત્યારે જસદણ નજીકના ઘેલા સોમનાથ મંદિરનો વહીવટ છે અને હવે બીજું મંદિર પણ કલેકટર કચેરી હસ્તક રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech