પરા બજાર, લોહાણાપરા, કાલાવડ રોડ, આજી વસાહતમાં 34 પ્રોપર્ટી સીલ કરતી મહાપાલિકા

  • February 13, 2024 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે શહેરના બીજ વિસ્તારોમાં મિલકતવેરાના બાકીદારોની કુલ 34 મિલકતો સીલ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે
આજ રોજ વોર્ડ નં.3ના લોહાણાપરામાં આવેલ રઘુનાથજી આર્કેડમાં રૂ.38 લાખના બાકી માંગણા સામે 21 મિલ્કત સીલ કરાઇ હતી, આ કામગીરી નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, પયર્વિરણ ઈજનેર નિલેશ પરમાર, મેનેજર સિધ્ધાર્થ પંડ્યા, નાયબ પયર્વિરણ ઈજનેર વલ્લભ જીંજાળા અને વોર્ડ નં.3ની ટેક્સ રિકવરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.
વિશેષમાં મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું વોર્ડ નં-1માં જામનગર રોડ પર આવેલ શીવ શક્તિ હાઇડ્રોલિક પ્રેસના 4-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.57 લાખ, જામનગર રોડ પર આવેલ પ્રથમેશ માર્બલ એન્ડ ગ્રેનેટીને 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.61,983, જામનગર રોડ પર આવેલ નવદુગર્િ મોટર્સને 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.61,983, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.34 લાખ, વોર્ડ નં-3માં પરા બજારમાં આવેલ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં.122 ને સીલ, વોર્ડ નં-5માં રણછોડનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.60,000, પેડક રોડ મીરા પાર્કમાં શોપ નં-16 નોટીસ સામે રીકવરી રૂ.30,000, કુવાડવા મેઇન હાઇવે પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.97,000, વોર્ડ નં-7માં ભક્તિનગર પ્લોટમાં શેરી નં-7માં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.11 લાખ, કોલેજવાડી એકતા એપાર્ટેમેન્ટમાં આવેલ ફોર્થ ફ્લોર- 401નું નળ કનેક્શન ક્પાત, કોલેજવાડીમાં નીલદિપમાં 1-નળ કનેક્શન ક્પાત, પંચનાથ પ્લોટમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.73 લાખ, વોર્ડ નં-10માં યુનિ.રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.47,173, વોર્ડ નં-11માં કાલાવાડ રોડ પર આવેલ પંજાબી ઢાબા 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.06 લાખ, રામ પાર્ક મેઇન રોડ પર આવેલ સાગર કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટે ફ્લોર શોપ નં-1ને સીલ, રામ પાર્ક મેઇન રોડ પર આવેલ સાગર કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટે ફ્લોર શોપ નં-2 ને સીલ, રામ પાર્ક મેઇન રોડ પર આવેલ સાગર કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટે ફ્લોર શોપ નં-3 ને સીલ, વોર્ડ નં-15માં આજી ઓદ્યોગિક વિસ્તારમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, આજી ઓદ્યોગિક વિસ્તારમાં 2-યુનિટ સીલ, વોર્ડ નં-17માં અટીકા વિસ્તારમાં આવેલ યોગેશ્વર સોસાયટી શેરી નં-6 ખોડીયાર ફાર્મ સીલ, વોર્ડ નં-18માં કોઠારીયા રોડ પર આવેલ સરદાર ઇન્ડ એરીયામાં1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.95,000, ઢેબર રોડ પર આવેલ ડાયનેમિક મશીન ટુલસના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.83,100, ઢેબર રોડ પર આવેલ ઓક્સી એન્જી 1-યુનિટ સીલ, ઢેબર રોડ પર આવેલ બાલચામુંડા ઇન્ડ. 1-યુનિટ સીલ સહિતની કાર્યવાહી કરાઈ હતી. ઉપરોક્ત કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News