ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે આવતીકાલે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ

  • September 25, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા. 31 ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા, એક પેડ માં કે નામ ત્રિવિધ કાર્યક્રમોનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.


આ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર છે. ગુરુવાર તા. 26 ના રોજ ખંભાળિયામાં આવેલા યોગ કેન્દ્ર ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ સ્થળ પર જ મળી રહેશે. જેનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application