લોકસભા ચૂંટણીની આચાર સંહિતા દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો ઉપરથી 11,830 સાઇન બોર્ડ અને બેનર ઉપરાંત દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.
મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી, ગુંદાવાડી, જ્યુબેલી માર્કેટ, બજરંગવાડી, જામનગર રોડ, અશોક ગાર્ડેન, બુધવારી, ગાયત્રીનગર મેઈન રોડ,આહીર ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ 51 રેકડી-કેબીન જપ્ત કરવામાં આવી હતી.
જ્યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મવા મેઈન રોડ, આનંદબંગલા ચોક, ખાદીભવન સામે, અટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોક, ગરૂડગરબી ચોક પરથી જુદીજુદી અન્ય 128 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
વેસ્ટ ઝોન,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 1029 કિલો શાકભાજી-ફળ જપ્ત કરવામાં આવેલ.
પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, નંદનવન, મવડી વિસ્તાર, મટકી ચોક, સ્વામીનારાયાણ ચોક પરથી રૂ.1,61,530 મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતું.
કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ 80ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ. 1,77,600 વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
કાલાવડ રોડ,યુનિ. રોડ, સ્પિડવેલ ચોક સુધી, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ પાસેથી 11,830 બોર્ડ-બેનર જપ્ત કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMSIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી
April 17, 2025 07:44 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech