દિવાળી પૂર્વે અરજીઓના સબમિશનમાં ભૂલો કરવા બદલ આધાર ઓથોરિટી દ્વારા રાજકોટ મહાપાલિકાના આધારકાર્ડ કેન્દ્રના 18 ઓપરેટરને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવતા મહાપાલિકાની વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન કચેરીમાં આધારકાર્ડ કેન્દ્રની કામગીરી સંપૂર્ણ બંધ થઇ જતાં અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો હતો. દરમિયાન આજે મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં અરજદારો ઉમટી પડતા કતારો લાગી હતી પરંતુ ત્યાં આગળ પણ ફક્ત ચાર જ કીટ કાર્યરત હોય ત્રણ ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો આવતા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો અને મામલો કમિશનર સુધી પહોંચ્યો હતો.
મ્યુનિ.આધાર કેન્દ્રના નોડલ ઓફિસર આરદેશણાએ જણાવ્યું હતું કે આધાર કાર્ડની ઓનલાઇન અરજીના સબમીશનમાં ભુલો આવવાના કારણે અરજીઓ રિજેક્ટ થતી હોય આ મામલે આધાર ઓથોરિટી દ્વારા દિવાળી પૂર્વે 18 જેટલા ઓપરેટરને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ખરેખર ભૂલ થવાનું કારણ ઓપરેટરની ભૂલ નહીં પરંતુ ટેકનિકલ કારણોસર અરજી રિજેક્ટ થતી હતી પરંતુ તે બાબતને ધ્યાને લીધા વિના ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવતા હાલમાં આધાર કાર્ડ કેન્દ્રની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે, સસ્પેન્શન પરત ખેંચવા માટે આધાર ઓથોરિટીને ઇ-મેલ કરાયો છે પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરાવી નથી જેના પરિણામે સમગ્ર શહેરના તમામ અરજદારોનો ઘસારો સેન્ટ્રલ ઝોન કચેરીએ થાય છે અને તેવા કારણે લાઈન લાગે છે તેમજ વારો આવવામાં વિલંબ થાય છે. આધાર કેન્દ્રમાં બેસતા ઓપરેટરોને અગાઉ તાલીમ આપવી પડે છે અને તાલીમ મેળવી હોય તેવા ઓપરેટર જ સુ યોગ્ય રીતે સમય મયર્દિામાં કામ કરી શકે છે આથી અન્ય ઓપરેટરોને અહીં બેસાડી શકાતા નથી. રાજકોટ શહેરમાં બેંકો અને પોસ્ટ ઓફિસ સહિત અલગ અલગ 25 જેટલા સ્થળોએ આધાર કાર્ડની કામગીરી થાય છે ત્યારે જ્યાં સુધી મહાપાલિકાના આધાર કેન્દ્રોમાં સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી અન્ય કેન્દ્રોની સેવાનો લાભ લેવા પણ નાગરિકોને અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી, લોકોના ટોળેટોળા ઉમટ્યા
December 23, 2024 11:37 AMરોબોટ માત્ર ત્વચાને સ્પર્શ કરીને માનવ લાગણીઓને અનુભવશે
December 23, 2024 11:37 AMઅમેરિકાએ હવે પનામા નહેર પર કબજો કરી લેવો પડશે: ટ્રમ્પ
December 23, 2024 11:35 AMફિલ્ડિંગ કોચ ટી દિલીપે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કર્યું, ઇનામ રાખ્યું 300 ડોલર; જુઓ કોણ જીત્યું
December 23, 2024 11:35 AMખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ
December 23, 2024 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech