શિયાળાનો આરભં થતાં ગુલાબી ઠંડી બાદ હવે ડીસેમ્બરથી ઠંડી સુસવાટા નાખશે. ઠંડીથી બચવા શું કરવું ? કેવા પગલાં લેવા ? જે બાબતે રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ દ્રારા જાહેર જનતા માટે જરૂરી ટીપ્સ તૈયાર કરી આરોગ્ય જાળવણી માટે સુચનો આપ્યા છે. જે અમલ કરવાથી ઠંડી સામે રક્ષણ મળી શકે.
અતિશય ઠંડી (શીત લહેર)ના સમયે આટલું અવશ્ય કરો:
જો જરી ન હોય તો ઠંડીમાં બહાર જવાનું ટાળો (ખાસ કરીને વૃદ્ધો અને બાળકો). પુરતા ગ૨મ કપડાં પહેરો. હાથ–મોજા, પગરખાં, મોજા,ં ટોપી અથવા મફલ૨નો ઉપયોગ કરો. આંખોને ઠંડીથી બચાવવા માટે બહાર નીકળતી વખતે ચશ્માનો ઉપયોગ કરો. મને ગ૨મ રાખવા માટે ઘ૨માં હીટર, બ્લોઅર વગેરેનો ઉપયોગ ક૨તી વખતે સાવધાની અને તકેદારી રાખવી. શકય તેટલું ગરમ અને નવશેકું પાણી પીવો. ઠંડો ખોરાક ખાવાનું અને ઠંડા–પીણા પીવાના ટાળો. શરીરની રોગપ્રતિકારક શકિત જાળવી રાખવા માટે પુરતા પ્રમાણમાં પૌષ્ટ્રિક ખોરાક લો અને વિટામિન–સીથી ભરપુર ફળો અને શાકભાજી ખાઓ અને વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરો.
બાળકોને ઠંડીથી બચાવવા માટેની સલાહ:
ઠંડીમાં બાળકોનું ખાસ ધ્યાન રાખો, બાળકને ઠંડી હવાથી બચાવો અને લાંબા સમય સુધી ઠંડીમાં ન રહેવા દો. બાળકોના માથા, ગળા, છાતી અને હાથ–પગને સારી રીતે ઢાંકીને રાખો. બાળકોને એકથી વધારે ગરમ કપડાં પહેરાવો, તેનાથી તેઓ ગ૨મ રહેશે.બાળકોનું શરી૨નું તાપમાન તપાસતા ૨હો.
ઠંડીથી ચામડી સોજવાના કારણે શરીરના અંગો આંગળીઓ અને અંગૂઠા સુન્ન થઇ જાય છે, નાક અને કાનની ચામડીનો રગં સફેદ કે પીળો થઇ જાય છે, જો આવા લક્ષણો જોવા મળે, તો તરત જ ડોકટરની સલાહ લો.
હાયપોથર્મિયાના લક્ષણો જેવા કે શરીરનું તાપમાન સામાન્ય કરતા ઓછું થવું, ધ્રુજારી કે કંપારી જે બધં ન થવી, યાદશકિત ગુમાવવી, મુર્છા અથવા બેભાન થવું, અસ્પષ્ટ્ર વાણી થવી વગેરે લક્ષણો જોવા મળે તેવા કિસ્સામાં, તાત્કાલિક નજીકના શહેરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
કોવિડ–૧૯ અને અન્ય શ્વસન સંબધી ચેપથી બચવા માટે, બહાર જતી વખતે માસ્ક પહેરો. અતિશય ઠંડી( શીત લહેર) દરમિયાન ડાયાબિટીસ, હાઈ–બ્લડ પ્રેશર, શ્વસન સંબંધી રોગો જેવા ક્રોનિક રોગોવાળા દર્દીઓએ, વૃદ્ધ પુષોમહિલાઓ જેમની ઉંમર ૬૫ વર્ષથી વધુ છે, ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા ક્રીઓ વગેરેની આવી પરિસ્થિતિમાં ખાસ કાળજી લેવી જોઈએ.
મ હીટરનો ઉપયોગ કાળજી પૂર્વક અને સાવચેતીથી કરો, બધં મને ગ૨મ કરવા માટે કોલસાનો ઉપયોગ ટાળો કોલસાથી કાર્બન મોનોકસાઈડ ઉત્પન્ન થાય છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી છે, મૃત્યુ પણ થઈ શકે છે. શીત લહેરમાં ભારે ઠંડીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શરીરના ભાગો પર લાલ ફોલ્લ ા હોઈ શકે છે, ત્વચાની લાલાશ કાળી થઈ શકે છે. જેને ગેંગરીન રોગ કહેવાય છે. આ માટે તાત્કાલિક ડોકટરની સલાહ લો.
શીતલહેર સંબંધિત પ્રાથમિક સારવાર વિશે વધુ માહિતી માટે એનડીએમએ એપને અનુસરી શકાય છે અને ઠંડીમાં શ્ર્વાસન કે આવી બીમારી કે અસરથી તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવા કે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સંપર્ક કરવા પણ સુચન કરાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech