સાઉથ ઝોન કોઠારીયાના વોર્ડ નં.૧૮માં ૧૪.૯૧ કરોડના ખર્ચે બનશે મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ

  • February 15, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોઠારીયા વિસ્તારની વર્ષેા જૂની માંગણી અતં સ્વીકારવામાં આવી છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ નું નિર્માણ કરવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કુલ પિયા ૧૪.૯૧ કરોડના ખર્ચે અહીં આધુનિક અને એર કન્ડિશન કોમ્યુનિટી હોલ બનાવાશે.
રાજકોટ શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ સેન્ટ્રલઝોન ત્યાર બાદ ઈસ્ટઝોન અને વેસ્ટઝોનનો છેલ્લો નંબર આવે છે. કોઠારિયા ગામ રાજકોટમાં ભળ્યા બાદ આ વિસ્તારનો વિકાસ ઝડપથી થવા લાગ્યો છે. ત્યારે લોકો દ્રારા વોર્ડ ન.ં ૧૮માં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. જેના લીધે તંત્રએ લોકેશન નક્કી કરી વોર્ડ ન.ં ૧૮માં કોમ્યુનિટી હોલ બનાવવાનું ા. ૧૪.૯૧કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. જેની દરખાસ્ત મંજુર થયા બાદ વર્કઓર્ડર આપીકામ તુરતં ચાલુ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં થોડા વર્ષેા પહેલા ભળેલા કોઠારિયા ગ્રામ પંચાયતના મોટાભાગના વિસ્તારોમાં રોડ–રસ્તા, ડ્રેનેજ સહિતની સુવિધાઓ માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. કોર્પેારેટરો દ્રારા કોઠારિયાની હદ જે વોર્ડમાં આવેલ હોય તે વિસ્તારોમાં પ્રથમ પીવાનું પાણી અને રોડ રસ્તા મુદ્દે અનેક દરખાસ્તો કરી હતી. જેના લીધે કોઠારિયાનો વિકાસ રોકેટની ગતિએ થઈ રહ્યો છે. પરંતુ આ વિસ્તારમાં રહેતા લોકોએ કોમ્યુનિટી હોલ બનાવવાની માંગણી કરી હતી. આથી સેન્ટ્રલઝોન વિસ્તારમાં વધુ એક કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય તત્રં દ્રારા લેવામાં આવ્યો છે. જેના માટે વોર્ડ ન.ં ૧૮માં ટીપી સ્કીમ નંબર ૧૨ એફપી નંબર ૪૨–એ કોઠારિયાના મહાનગરપાલિકાના ખાલી પડેલા પ્લોટ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. હાલ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં એસ્ટીમેન્ટ પ્રાઈઝ ા. ૧૪૯૧૬૩૬૬૦ રાખવામાં આવેલ હોય ટેન્ડર બીડ થયા બાદ સ્ટેન્ડીંગની દરખાસ્ત અને વર્ક ઓર્ડરની કામગીરીમાં સંભવત એક માસ જેટલો સમય વીતી જશે ત્યાર બાદ વર્કઓર્ડર આપી કામ ચાલુ કરાવવામાં આવશે. ટેન્ડરની શરત મુજબ કોમ્યુનિટી હોલનું કામ એજન્સીએ ૧૮ માસમાં પુર્ણ કરવાનું રહેશે.
તંત્રના જણાવ્યા મુજબ કોઠારિયા વોર્ડ ન.ં ૧૮માં ા. ૧૪.૯૧ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવામાટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. લોકોની વર્ષેા જૂની માંગણીનો સ્વીકાર કરી હવે ટુંક સમયમાં અધતન સુવિધા વાળો કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશ. આ હોલ લ પ્રસંગો તેમજ અન્ય કાર્યક્રમો માટે નિયત ભાડેથી અપાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર રાજકોટ મતલબ કે નોર્થ ઝોન હેઠળના નવા ભળેલા માધાપર મનહરપુર સહિતના વિસ્તારમાં પણ કોમ્યુનિટી હોલની ખાસ જરિયાત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application