રાજકોટ મહાનગરપાલિકાનું ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૦૨૪નું રિવાઇઝડ બજેટ અને આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫નું પ્રપોઝડ ડ્રાટ બજેટ આવતીકાલે સવારે ૯–૩૦ કલાકે મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ચેરમેન જયમીનભાઇ ઠાકરને સુપ્રત કરશે. મ્યુનિ.કમિશનરએ સૂચવેલા બજેટમાં હળવો કરબોજ રહેશે તેમ સુત્રોમાંથી જાણવા મળે છે. બજેટનું કદ ૨૭૦૦ કરોડ આજુબાજુ રહેશે. મુખ્યત્વે નળ, ગટર, લાઇટ, સફાઇ, પાણી, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓને જ પ્રાધાન્ય આપતું બજેટ રજૂ થશે.
ગત વર્ષે મ્યુનિ.કમિશનરએ ૧૦૧ કરોડના કરબોજ સાથે ૨૫૬૨.૮૨ કરોડનું બજેટ રજૂ કયુ હતું જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસના અંતે ૪૦ કરોડનો કરબોજ ગ્રાહ્ય રાખ્યો હતો અને તેમાં વિકાસકામોના નવા પ્રોજેકટસ ઉમેરી ૨૬૩૭.૮૦ કરોડનું બજેટ મંજુર કયુ હતું. યારે આવતીકાલે રજૂ થનાર બજેટનું કદ ૨૭૦૦ કરોડ આજુબાજુનું રહે તેવી શકયતા છે. તદઉપરાંત રાજકોટમાં નવા ભળેલા મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર, મનહરપુર–૧(પાર્ટ) સહિતના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે વિશેષ જોગવાઇ થશે તેમ જણાય છે.
એપ્રોચ રસ્તાઓ પહોળા કરવા જોગવાઇ થઇ શકે
રાજકોટ મહાપાલિકાના આવતીકાલે રજૂ થનારા ડ્રાટ બજેટમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ એરિયા સુધી જવાના તમામ એપ્રોચ રસ્તાઓ પહોળા કરવા માટે જોગવાઈ સુચવાઇ શકે છે. સ્માર્ટ સિટી એરિયામાં ભલે ગમે તેટલા પહોળા રસ્તા હોય પણ ત્યાં સુધી પહોંચાડતા એપ્રોચ રસ્તાઓ હજુ સુધી સાંકડા જ રહ્યા હોય તત્રં લિત થયું છે. ટૂંક સમયમાં (ચૂંટણી પૂર્વે) સ્માર્ટ સિટી પ્રોજેકટનું લોકાર્પણ કરવાની ગણતરી હોય આ માટે બજેટરી જોગવાઇ થશે તેમ સુત્રોમાંથી જાણવા મળે છે.
જૂના પ્રોજેકટસ કેરી ફોરવર્ડ થવાની સંભાવના
રાજકોટ મહાપાલિકાએ ગત વર્ષે બજેટમાં રજૂ કરેલા અને આજ દિવસ સુધી સાકાર નહીં થયેલા તેવા કટારીયા ચોકડી બ્રિજ, રૈયા ટેલિફોન એકચેન્જ ચોકમાં બ્રિજ સહિતના જુના પ્રોજેકટસ આગામી નાણાકીય વર્ષના બજેટમાં પણ કેરી ફોરવર્ડ કરાય તેવી શકયતા છે. નવા મોટા પ્રોજેકટસ કમિશનર તરફથી સુચવાય તેવી શકયતા ઓછી છે તેમ છતાં લોકસભા ચૂંટણી વર્ષને ધ્યાને લેતા વાસ્તવિક અને સાકાર થઇ શકે તેવા નાના પ્રોજેકટસ મુકાઇ શકે છે.
મિલકત વેરામાં નામ ટ્રાન્સફર ફી વધારાશે?
વ્હીકલ ટેકસમાં કેટેગરાઇઝ વધારો સુચવાશે
રાજકોટ મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ–૨૦૨૪–૨૦૨૫નું અંદાજપત્ર આવતીકાલે રજૂ થનાર છે જેમાં વિવિધ પ્રકારની ફી, ચાજીર્સ, લેવી અને ડિપોઝીટસની રકમમાં વધારો સૂચવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને મિલ્કતવેરામાં નામ ટ્રાન્સફરની ફી હાલ ફકત .૨૫૫ છે તેમાં વધારો સુચવાયો હોવાની ચર્ચા છે. ફી, ચાજીર્સ, લેવી અને ડિપોઝીટસની રકમ વધારવાથી ઉપભોકતા અરજદાર સિવાય દરેક શહેરીજન ઉપર તેની અસર આવતી નથી અને વાર્ષિક ગણતરીએ આવકમાં સારો વધારો થતો હોય આવું વિચારાધિન છે, તદઉપરાંત વ્હીકલ ટેકસમાં પણ કેટેગરાઇઝ આંશિક વૃધ્ધિની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech