કાલથી રાઇટ ટુ એજ્યુકેશન માટે એક માત્ર દિકરી હોવાનું સર્ટિફિકેટ આપશે મહાપાલિકા

  • February 27, 2025 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા આવતીકાલે તા.૨૮થી રાઇટ ટુ એજ્યુકેશન માટે એક માત્ર દિકરી હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવશે. તા.૧૨ માર્ચ સુધી આ અંગેની કામગીરી ચાલુ રહેશે ત્યાં સુધીમાં વાલીઓને સવારે ૧૦-૩૦થી સાંજે ૬ સુધીમાં સર્ટિફિકેટ મેળવી લેવા અનુરોધ કરાયો છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) હેઠળ જુન- ૨૦૨૫ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની જાહેરાત થયેલ છે જેમાં, જે માતા-પિતાને ફક્ત એક માત્ર દિકરી હોય તેઓને પ્રથમ ધોરણમાં પ્રવેશમાં અગ્રતા આપવાની જાહેરાત થયેલ છે.

વિશેષમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ જાહેરાત પૈકી જે માતા-પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દિકરી હોય અને તે દિકરીનો જન્મ તા.૧-૬-૨૦૧૮થી તા.૩૦-૫-૨૦૧૯ દરમ્યાન થયેલ હોય તેવા માતા-પિતા દ્વારા રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરમાંથી તા.૨૮-૨-૨૦૨૫ થી તા.૧૨-૩-૨૦૨૫ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦-૩૦ થી સાંજે ૬ સુધી પ્રમાણપત્ર આપવામાં આવશે.આ પ્રમાણપત્ર મેળવવા અર્થે રાજકોટ મહાપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN પર જઈ ફોર્મસ મેનુમાંથી જન્મ મરણ વિભાગમાં RTE SINGLE GIRL CHILD નું ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે રજુ કરવાના પુરાવા પૈકી બાળકનું જન્મ પ્રમાણપત્ર, બાળકના માતા અને પિતાના આધાર કાર્ડ, કુટુંબનું રાશન કાર્ડ (જેમા બાળકનું નામ ફરજીયાત જરૂરી છે) તેમજ જો પુરાવાઓ રાજકોટ શહેર સિવાયના હોય તો રાજકોટ શહેરમાં જ્યાં રહેતા હોય તે જગ્યાનો રહેણાંકનો પુરાવો. તેમજ સાથે જોડેલ નમુના મુજબનું રૂ.૫૦ના સ્ટેમ્પપેપર ઉપર કરેલ નોટરાઇઝ્ડ સોગંદનામુ રજુ કરવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application