રાજકોટના મુખ્ય બજાર વિસ્તાર ડો.યાજ્ઞિક રોડને એક મહિનાના માટે બધં કરવા મહાનગરપાલિકામાં ગંભીર વિચારણા શ કરવામાં આવી છે. સર્વેશ્વર ચોકના વોંકળા ઉપર નવો સ્લેબ ભરી વોંકળાનું વ્હેણ ડાયવર્ટ કરવાના પ્રોજેકટ અંતર્ગત યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકના કોર્નર ઉપર આવેલા સ્કેચર્સ શો મથી રાજકોટ નાગરિક સહકારી બેન્ક–રોટરી ડોલ્સ મ્યુઝિયમ સુધીનો રોડ વોંકળા ઉપર આવેલો હોય રોડનો આ હિસ્સો પણ તોડવાનો થશે. ટ્રાફિકથી સતત ધમધમતા યાજ્ઞિક રોડને બધં કરતા પૂર્વે ડાયવર્ઝન કયાંથી આપવું તે અંગેના વિકલ્પો વિચારાધિન છે. ટુંક સમયમાં આ મામલે ટ્રાફિક પોલીસ સાથે પણ વિધિવત પરામર્શ થશે તેમ જાણવા મળે છે.
મ્યુનિ.ઇજનેરી સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ સર્વેશ્વર ચોકમાં પખવાડિયાથી વોંકળાનું કામ શ થયું છે તે અંતર્ગત યાજ્ઞિક રોડ બધં કરવા ફરજ પડશે કેમકે રોડ નીચેથી વોંકળો પસાર થાય છે. અલબત્ત કયારથી રોડ બધં કરાશે તે હજુ ફાઇનલ થયું નથી પરંતુ બધં થશે તે નિશ્ચિત છે, યાજ્ઞિક રોડ ઉપરનો સર્વેશ્વર ચોક વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોય અહીં રસ્તો બધં કરતા પૂર્વે ડાયવર્ઝન કયાંથી આપવું તેના વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે ટ્રાફિક પોલીસ વિભાગ સાથે પરામર્શ કરવાનો પણ હજુ બાકી છે. વોંકળાનો સ્લેબની થિકનેસ વધુ હોય તોડવામાં સમય લાગી રહ્યો છે આમ છતાં બે મહિનામાં મતલબ કે આગામી જાન્યુઆરી–૨૦૨૫ના અતં સુધીમાં યાજ્ઞિક રોડ ઉપર ખોદકામ શ થઇ જાય તેવી શકયતા છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત તા.૧૩–૧૧–૨૦૨૪થી રોજ વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકના વોંકળા ઉપર .૪.૯૧ કરોડના ખર્ચે સ્લેબ બનાવવાના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. હવે નવો સ્લેબ ભરવાની સાથે સર્વેશ્વર ચોકના વોંકળાનું વ્હેણ ડાયવર્ટ કરવામાં આવનાર છે, હવે આ વોંકળો શિવમ–૧ અને શિવમ–૨ કોમ્પ્લેકસ નીચેથી નહીં પરંતુ બિલ્ડીંગની બાજુમાંથી નીકળશે જેથી ભવિષ્યમાં પણ કોઇ દુર્ઘટના કે જોખમને સ્થાન રહેશે નહીં. સર્વેશ્વર ચોકના વોંકળા ઉપર નિર્માણ પામનાર ૯૯૦ ચો.મી.ક્ષેત્રફળના સ્લેબ કલ્વર્ટની લંબાઇ ૧૧૦ રનિંગ મીટર, પહોળાઇ ૯ રનિંગ મીટર તેમજ ઐંચાઇ ૩ રનિંગ મીટર રહેશે. આ કામની સમય મર્યાદા એક વર્ષ છે પરંતુ વહેલું કામ પૂર્ણ થાય તે માટે એજન્સી અને તંત્રના પ્રયાસો છે. સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો શિવમ કોમ્પલેક્ષ–૧ તથા ૨ બિલ્ડીંગ નીચેથી પસાર થતો હોઈ, આ વોંકળાની સફાઈ કરવામાં મુશ્કેલી થતી હોઈ, આ વોકળો હયાત રસ્તા પર ડાયવર્ટ કરવાથી વોંકળાની સફાઈ વ્યવસ્થિત થશે સાથો સાથ વરસાદી પાણીનો નિકાલ ઝડપી થશે જેથી વિસ્તારના ૧૫૦૦૦ રહીશોને સુવિધા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech