મનપા હેતુફેરથી કોમર્શિયલ કરોડોના પ્લોટમાં સાઉથ ઝોન ઓફિસ બનાવશે, વિવાદ નક્કી

  • January 01, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના ચાલુ વર્ષના બજેટમાં ગત ફેબ્રુઆરી માસમાં કોઠારીયા વિસ્તાર માટે સાઉથ ઝોન જાહેર કરાયો હતો, ત્યારબાદ છેલ્લા ૧૧ મહિનામાં કોઈ કાર્યવાહી હાથ ધરાઇ ન હતી. યારે બજેટમાં દર્શાવ્યા હોય છતાં હજુ સુધી આગળ વધ્યા ન હોય તેવા પ્રોજેકટસ માટે તાજેતરમાં રિવ્યુ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર સહિતના પદાધિકારીઓએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે ચર્ચા વિચારણા કરી હતી.
વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેનએ જણાવ્યું હતું કે બજેટમાં સાઉથ ઝોન ઓફિસ માટે ૬ કરોડની ટોકન જોગવાઇ કરાઈ હતી, હવે અંદાજે ૭૨ કરોડના ખર્ચે ટીપી સ્કિમ નં.૧૨ના ૧૦,૦૦૦ ચોરસ મીટરના કોમર્શિયલ હેતુના પ્લોટમાં કુલ .૭૨ કરોડ (જમીનની કિંમત સહિત)ના ખર્ચે સાઉથ ઝોન ઓફિસ બનાવવા ઇજનેરોએ પ્લાનિંગ તૈયાર કયુ છે. કોઠારીયા વિસ્તારમાં આવેલા લિત પાપડ ભવન પાસેના ઉપરોકત પ્લોટમાં ઝોન ઓફિસ બનાવવા ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરાશે. અલબત્ત અહીં બે પ્લોટ ઉપલબ્ધ છે તેમાંથી એક પ્લોટની પસંદગી ફાઇનલ કરવાની છે.
દરમિયાન મ્યુનિ.સુત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ, કોમર્શિયલ વેંચાણ હેતુના પ્લોટમાં સાઉથ ઝોન ઓફિસ બનાવવી હોય તો હેતુફેર કરવો જ પડે, ભલે લોકસુવિધા માટે ઓફિસ બની રહી હોય પરંતુ હેતુફેર કર્યા વિના ટેન્ડર પ્રસિધ્ધ કરી શકાય નહીં. હેતુફેર કર્યા વિના ટેન્ડર પ્રસિધ્ધ થાય તો મહાપાલિકા તંત્રએ કાયદા અને નિયમોનો ભગં કર્યેા ગણાય

૨૦૦૫માં વેસ્ટ ઝોન ઓફિસ નિર્માણમાં ડખ્ખો થયો'તો: મુકેશકુમાર દ્રઢ રહેતા ઓફિસ બની
વર્ષ–૨૦૦૫–૨૦૦૬માં યારે બીગબઝાર પાછળના મ્યુનિ. પ્લોટમાં વેસ્ટ ઝોન ઓફિસ નિર્માણ થઇ ત્યારે પણ જમીનની પસંદગી સહિતના મામલાને લઇ વિવાદો થયા હતા પરંતુ તત્કાલિન કમિશનર મુકેશ કુમારને તે લોકેશન જ સર્વશ્રે લાગતા ત્યાં જ ઓફિસ બનાવવાનું ફાઇનલ કરી કામ શ કરાવ્યું હતું. સાઉથ ઝોન ઓફિસ નિર્માણ કરવા કોમર્શિયલ પ્લોટની પસંદગી કરતા હેતુફેર સહિતના મામલે થવાની સંભાવના હાલથી જ જણાઇ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application