રાજકોટ મહાપલિાકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની વોર્ડ નં.૬ની ટીમ દ્રારા આજે ભાવનગર રોડ વિસ્તારમાંથી પ્લાસ્ટિક ભરેલી છકડો રીક્ષા જ કરવામાં આવી હતી અને તપાસ કરતા તેમાં ૮૭૫ કિલો જેટલા પાન–ફાકી બાંધવાના વપરાશમાં લેવામાં આવતા સિંગલ યુઝ કેટેગરીના પ્લાસ્ટિક પાન પીસ તેમજ ઝબલા સહિતનો જથ્થો મળ્યો હતો જે જ કરવામાં આવ્યો હતો.
વિશેષમાં સુત્રોએ જણાવ્યું હતું કે, ઇસ્ટ ઝોન કચેરીની વોર્ડ નં.૬ની ટીમ દ્રારા ઉપરોકત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ જથ્થો નવાગામ વિસ્તારમાંથી રાજકોટ શહેરમાં લાવવામાં આવ્યો હતો અને વિતરણ કરવામાં આવનાર હતો તેમજ આ જથ્થાના માલીક પીયુષભાઇ ખત્રી હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે ઇસ્ટ ઝોનના ડેપ્યુટી ઇજનેરને જાણ કરવામાં આવી હતી. ઉપરોકત કાર્યવાહી બાદ રૂા.૧૦ હજારના દંડની વસુલાત કરવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં છેલ્લ ા ઘણા સમયથી દુકાનોમાંથી પ્લાસ્ટિક ઝબલા જ કરવાની કાર્યવાહી ચાલી રહી હોય નાના વેપારીઓમાં એવા મતલબનો રોષ હતો કે હોલસેલર વેપારીઓ અથવા તો ઉત્પાદકો સામે કાર્યવાહી થતી નથી જેના પરિણામે તાજેતરમાં મળેલી ચોકકસ બાતમીના પગલે ઉપરોકત કાર્યવાહી હાથ ધરાયાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું તમે જાણો છો આપણું જામનગર રોજ ચાવી જાય છે બે ટ્રક સોપારી
January 21, 2025 06:46 PMદ્વારકા જિલ્લાના ૭ ટાપુઓ પર ગેરકાયદેસર દબાણો દુર કરવા મોટું ઓપરેશન
January 21, 2025 06:26 PMજામનગરમાં પવનની ગતિ ઘટતા લોકોને ઠંડીથી રાહત: તાપમાન ૧૫ ડીગ્રી
January 21, 2025 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech