ન્યૂ યર પૂર્વે બેકરી–કેક શોપમાં મનપાના દરોડા, સેમ્પલ લેવાયા

  • December 27, 2024 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચ દ્રારા થર્ટી ફસ્ર્ટ નાઇટ અને ન્યુ યર સેલિબ્રેશન પૂર્વે શહેરની વિવિધ બેકરીઓ અને કેક શોપમાં દરોડા કાર્યવાહી હાથ ધરી કેકના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, ન્યુ યર સેલિબ્રેશનની પાર્ટીઓમાં કેકનું વધુ વેંચાણ થતું હોય હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી બેકરીઓ અને કેક શોપમાં ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી કેકના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેમાં (૧) બ્લેક ફોરેસ્ટ કેક લુઝનું સેમ્પલ રાજકોટ બેકરી, રણછોડનગર સોસાયટી શેરી નં.૧૧, શાળા નં.૧૫ સામે (૨) ચોકો આલ્મડં કેક લુઝનું સેમ્પલ માતિ બેકરી, બાલક હનુમાન મંદિર સામે, પેડક રોડ ખાતેથી તેમજ (૩) ચોકલેટ ટ્રફલ કેક લુઝનું સેમ્પલ ઇઝી બેકરી, રાજકોટ નાગરિક બેન્ક સામે, ડિલકસ ચોક પાસે, ભાવનગર રોડ ખાતેથી લેવામાં આવ્યું હતું, આ ત્રણેય સેમ્પલ પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
તેમણે ઉમેયુ હતું કે ફડ વિભાગની ટીમ તથા રાય સરકાર દ્રારા સ્થળ ઉપર જ ફડ સેમ્પલ લઇ પરીક્ષણ કરી શકાય તે માટે આપેલી ફડ સેફટી વાન સાથે લઇને કરાયેલા સર્વેલન્સ ચેકિંગમાં કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિર પાસે આવેલા હોકર્સ ઝોન તેમજ ભાવનગર રોડ ઉપર ચુનારાવાડ ચોકથી અમુલ સર્કલ સુધીના વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં ૩૪ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ૧૭ ધંધાર્થીઓ પાસે ફડ લાઇસન્સ ન હતું તેમને લાયસન્સ લેવા સુચના આપી હતી તેમજ વિવિધ ખાધ્યચીજોના કુલ ૧૨ નમુનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી

મેગી શોપ સહિત આ ૧૭ને લાયસન્સ લેવા નોટિસ

ચામુંડા મસાલા મેગી, મુરલીધર ડીલકસ પાન એન્ડ કોલ્ડિ્રંકસ, હિંગળાજ પાન, ચામુંડા પાન એન્ડ કોલ્ડિ્રંકસ, સંતોષ પાન, રાજ શીંગ, ગાત્રાળ કોલ્ડિ્રંકસ, શિવમ કોલ્ડિ્રંકસ, ગાત્રાળ ડીલકસ પાન, જયશ્રી ખોડિયાર નાસ્તા સેન્ટર, રાધે શ્યામ લચ્છી, ચામુંડા દાળ પકવાન, દ્રારકાધીશ સેન્ડવીચ, ચામુંડા મકાઇ, જીયા ફાસ્ટ ફડ, બોમ્બે બાઇટસ, એએનડી કટક બટક

અમૂલ પાર્લર સહિત આ ૧૭ ધંધાર્થીને ત્યાં ચેકિંગ
અમૂલ પાર્લર, ગમારા પાન, શકિત ટી સ્ટોલ, બાલાજી છોલે ભટુરે, શકિત ફાસ્ટફડ, બાલાજી દાળ પકવાન, ચામુંડા લચ્છી, ઝેનીશ ખીચું, શિવ છોલે ભટુરે, દિલખુશ છોલે ભટુરે, શિવમ ઢોસા, બાલાજી સાઉથ ઇન્ડિયન, ચિત ફેન્સી ઢોસા, પ્રયોશા ફાસ્ટફડ, એમડી સેન્ડવિચ, ઓમ ચાઇનીઝ,હરિ કૃષ્ણ દાળ પકવા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application