ગાંધીનગર કોર્પેારેશને રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે હોસ્ટેલ અને પીજી તેમજ લાયબ્રેરીઓનો રાફડો ફાટો છે અને અત્યારસુધી તેની સામે કોઇ નક્કર કાર્યવાહી થઇ શકી નથી ત્યારે મહાનગરપાલિકા દ્રારા સરવે કરવામાં આવ્યા બાદ આ પ્રકારે ગેરકાયદે ચાલતી ૩૫૦થી વધુ હોસ્ટેલ, પીજી અને લાયબ્રેરીને કલોઝર નોટીસ આપવામાં આવી છે. આ અગાઉ પણ નોટીસ આપવા છતાં હોસ્ટેલો બધં થઇ નથી પામી છે પરંતુ અત્યારસુધી મહાનગરપાલિકા દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે જોકે, રહેણાંક વિસ્તારની તમામ હોસ્ટેલ બધં કરાવવાનો નિર્ણય લેવાયો છે.
રાયનું પાટનગર હોવાથી તેમજ રાષ્ટ્ર્રીય– આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની અનેક યુનિવર્સિટીઓ આવેલી હોવાથી મોટી સંખ્યામાં બહારના રાયના વિધાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે. તે સિવાય સરકારી ભરતી પરીક્ષાની તૈયારી માટે પણ રાયભરના યુવાનો ગાંધીનગરમાં આવે છે. જેથી અહીં હોસ્ટેલ, પીજી અને લાયબ્રેરીઓ મોટા પ્રમાણમાં ઉભી થઇ છે. પરંતુ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ઉભી થયેલી હોસ્ટેલ, પીજી અને લાયબ્રેરીને કારણે આસપાસના વસાહતીઓમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે. નાગરિકોની રજૂઆતના પગલે મહાનગરપાલિકા દ્રારા ગાંધીનગર શહેરના વિવિધ રહેણાંક વિસ્તારમાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અનેક રહેણાંક મકાનોમાં હોસ્ટેલ, પીજી અને લાઇબ્રેરી તેમજ કલાસીસ ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આવા ૩૫૦ જેટલા આવાસમાં ચાલતા હોસ્ટેલ, પીજી– લાયબ્રેરીને જીપીએમસી એકટ હેઠળ નોટીસ ફટકારી ૩૦ દિવસમાં ઉપયોગ બધં કરવાની નોટીસ ફટકારવામાં આવી હતી. પરંતુ તેનો સમયગાળો પૂર્ણ થવા છતાં પણ હોસ્ટેલ સંચાલકો દ્રારા બેરોકટોક આ પ્રકારની પ્રવૃત્તિ ચાલું રાખવામાં આવી છે.હવે મહાપાલિકા દ્રારા આવા એકમો સામે કડક પગલાં લેવાનું નક્કી કરાયું છે અને તમામને છેલ્લી કલોઝર નોટીસ આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech