રાજકોટ અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી,જેમાં મહાનગરપાલિકાની કોર્ટે ઝાટકણી કાઢી હતી.ત્યારે સુઓમોટામાં ૫ મહાનગરપાલિકાએ અલગ–અલગ મુદ્દાઓને લઈ કોર્ટમાં એફિડેવિટ કરી હતી.તો આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં ૬ જુને વધુ સુનાવણી થશે. ગુજરાત હાઇકોર્ટ દ્રારા સરકારને આડે હાથ લેવામાં આવી હતી અને આક વલણ અખત્યાર કરતા જણાવ્યું હતું કે બીયુ અને એનઓસી તેમજ ફાયર સેફટી બાબતે કોઈ કોમ્પરોમાઈસ નહિ કરાય. આમાં કોર્પેારેશન, પોલીસ, ફાયર, આર એન્ડ બી જેવા બધા વિભાગો જવાબદાર છે.
અમદાવાદ મનપાએ કોર્ટમાં એફિડેવિટ કરી હતી જેમાં શાળા,કોલેજ,હોસ્પિટલ,કોમ્પ્લેક્ષસ સહિત અન્ય જગ્યાઓ પર ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ કાર્યવાહી કરી હોવાનો ઉલ્લ ેખ કરાયો છે.
રાજકોટ મનપાએ તેની એફિટેવિટમાં ઉલ્લેખ કર્યેા કે,જવાબદાર ૮ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, તમામ ગેમઝોન હમણાં રહેશે બંધ,તપાસમાં હજી બેદરકારી રાખનાર અધિકારી સામે પગલાં લેવાશે,ફાયર એકટની અમ્લવારી કડકપણે કરાવી રહ્યા છીએ તો હજી ફાયર એકટ મુજબ ડ્રાઈવ ચાલુ રહેશે સીટ રિપોર્ટ બાદ બેદરકારો સામે સસ્પેન્ડ કરવાની રાજકોટ મનપાએ તૈયારી દર્શાવી છે.
ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતુ કે રાજકોટ ગેમઝોને બીયુ પરમિશન લેવી પડે પણ આ ગેમિંગ ઝોને પ્લાન પાસ કરાવ્યા ન હતા. એટલે કે એનઓસી ન હતી. તેના પરથી કહી શકાય કે આ ગેમઝોન ગેરકાયદેસર ચાલતું હતું. અધિકારીએ કેમ ધ્યાન ન આપ્યું તે મુદ્દે પણ ગુજરાત હાઈકોર્ટમાં દલીલ થઈ હતી.
ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લઈ મોટી દુર્ઘટના વિશે પિટિશન કરી હતી. જેની સુનાવણી સાડા ચાર કલાક ચાલી હતી. જેમાં હાઈકોર્ટે કેટલાક તથ્યો પર પ્રશ્નો કર્યા હતા. જેમાં ડાયરેકશન ઈશ્યુ કર્યા કે કયા ધોરણે મંજૂરી અપાઈ, એનઓસી હતું કે નહીં, જીડીસીઆર મુજબ હતું કે નહીં? સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કોર્પેારેશન, સરકારની દલીલો સાંભળી હતી. આખા રાયના બધા ગેમ ઝોન તાત્કાલિક બધં કરવામાં આવે તેવો આદેશ કરીને હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ ગેમ ઝોનને ટેમ્પરરી
સ્ટ્રકચર તરીકે ન ગણી શકાય.બીયુ અને એનઓસી તેમજ ફાયર સેફટી જરી છે. કોઈ કોમ્પરોમાઈસ નહિ કરાય. આમાં કોર્પેારેશન, પોલીસ, ફાયર, આર એન બી જેવા બધા વિભાગો જવાબદાર છે.
ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લઈ મોટી દુર્ઘટના વિશે પિટિશન કરી હતી. જેની સુનાવણી સાડા ચાર કલાક ચાલી હતી. જેમાં હાઈકોર્ટે કેટલાક તથ્યો પર પ્રશ્નો કર્યા હતા. જેમાં ડાયરેકશન ઈશ્યુ કર્યા કે કયા ધોરણે મંજૂરી અપાઈ, એનઓસી હતું કે નહીં, જીડીસીઆર મુજબ હતું કે નહીં? સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કોર્પેારેશન, સરકારની દલીલો સાંભળી હતી. આખા રાયના બધા ગેમ ઝોન તાત્કાલિક બધં કરવામાં આવે તેવો આદેશ કરીને હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ ગેમ ઝોનને ટેમ્પરરી સ્ટ્રકચર તરીકે ન ગણી શકાય.બીયુ અને એનઓસી તેમજ ફાયર સેફટી જરી છે. કોઈ કોમ્પરોમાઈસ નહિ કરાય. આમાં કોર્પેારેશન, પોલીસ, ફાયર, આર એન બી જેવા બધા વિભાગો જવાબદાર છે. વધુ સુનાવણી છઠ્ઠી જૂને હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech