રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ઇમ્પેકટ ફીની સ્કીમ હેઠળ અનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે મૂકવામાં આવતી અરજીઓની ફાઇલોની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને ફાયર બ્રિગેડ બ્રાન્ચ વચ્ચે ફેંકા ફેંકી થતી હોય હવે આ મામલે સ્પષ્ટ માર્ગદર્શિકા સાથે મ્યુનિસિપલ કમિશનર દ્રારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને તે પરિપત્ર અનુસાર જ કાર્યવાહી કરવાની રહેશે. હાલ સુધી એવું બનતું હતું કે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ એવો આગ્રહ રાખતી હતી કે પહેલા ફાયર એનઓસી મેળવીને આવો અને ફાયર બ્રિગેડ બ્રાન્ચ એવો આગ્રહ રાખતી હતી કે પહેલા પ્લાન પાસ કરાવ્યા અને ફાયર બિગેડ સુધી આવો. આવા કારણોસર અરજદારોની હાલત માઠી થઈ જતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી ત્યારબાદ નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇને પરિપત્ર પ્રસિદ્ધ કર્યેા છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ઉપરોકત સંદર્ભે પ્રસિદ્ધ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ગૂડા–૨૦૨૨ હેઠળ જેમાં ફાયર એન.ઓ.સી. આવશ્યક હોય તેવા બિનરહેણાંક બાંધકામો નિયમબદ્ધ કરવા માટે આવતી અરજીઓની મંજુરી માટે નીચે દર્શાવ્યા મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની રહેશે.
૧. ગુડા, ૨૦૨૨ હેઠળ બિનરહેણાંક બાંધકામ નિયમબદ્ધ થવા અરજદારશ્રી પોતાના પ્લાન રજુ કરે ત્યારે ટી.પી.ટી.ડી.ઓ. શાખા દ્રારા સૌપ્રથમ રજુ થયેલ પ્લાન ગૃડા, ૨૦૨૨ હેઠળ મંજુરીને પાત્ર છે કે કેમ તે અંગેની ચકાસણી કરશે.
૨. ટી.પી.ટી.ડી.ઓ. શાખા દ્રારા ચકાસણી થયા બાદ જો રજુ થયેલ પ્લાન ગૃડા, ૨૦૨૨ હેઠળ મંજુરીને પાત્ર હોય તો તે પ્લાનની એક પ્રિન્ટમાં નઋજ્ઞ િઋશયિ ગ.ઘ.ઈ. ઘક્ષહુ'ની નોંધ સાથે તે પ્લાન ફ્રાયર એન.ઓ.સી. મેળવવા માટે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં મોકલી આપશે.
૩. ટી.પી.ટી.ડી.ઓ. શાખા દ્રારા 'ઋજ્ઞ િઋશયિ ગ.ઘ.ઈ. ઘક્ષહુ' ની નોંધ સાથે મળેલ પ્લાનને કાયર એન.ઓ.સી. આપી શકાય કે કેમ તે બાબતની ચકાસણી કરી, જો ફાયર એન.ઓ.સી. આપી શકાય તેમ હોય તો ચીફ ફાયર ઓફિસરશ્રી દ્રારા પ્લાનની નકલ પર સહી કરી, પ્રમાણિત કરવામાં આવશે અને રજુ થયેલ પ્રકરણ ફાયર એન.ઓ.સી. સાથે ટી.પી.ટી.ડી.ઓ. શાખા તરફ મોકલી આપશે.
૪. ટી.પી.ટી.ડી.ઓ. શાખાને ચીફ ફાયર ઓફિસરશ્રી તરફથી પ્લાનની પ્રમાણિત નકલ અને ફાયર એન.ઓ.સી. મળ્યેથી રજુ થયેલ પ્રકરણ પરત્વે ગૃડા, ૨૦૨૨ હેઠળ સક્ષમ કક્ષાએથી મંજુરી મેળળવાની કાર્યવાહી કાયર્વાહી હાથ ધરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech