શહેરના કેનાલ રોડ ઉપર લમીવાડી શેરી નંબર ૨ માં રહેતા અને સોની બજારમાં સવજીભાઈની શેરીમાં દુકાન ધરાવનાર સોની વેપારી સાથે મુંબઈના વેલર્સે પિયા ૧૩.૦૯ લાખની ઠગાઇ કરી હોવા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુંબઈના વેપારીએ વોટસએપમાં ડિઝાઇન જોઈ માલનો ઓર્ડર આપ્યો હતો. શઆતમાં નિયમિત પેમેન્ટ ચૂકવ્યા બાદ બાકી નીકળતી આ રકમ પરત આપી ન હતી. વેપારીએ મુંબઈથી તપાસ કરતા તેના કોઈ સગડ મળ્યા ન હતા. જેથી અંતે વેપારીએ પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અંગે આ ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, કેનાલ રોડ પર લમીવાડી શેરી નંબર ૨૧૨ ખૂણે રહેતા રમેશભાઈ ચંદુલાલભાઈ રાધનપુરા (ઉ.વ ૫૯) નામના સોની વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઈમાં બોરીવલી ઇસ્ટ સોના સિનેમાની પાછળ રહેતા વિનોદ શાહનું નામ આપ્યું છે.
વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સોની બજારમાં સવજીભાઈની શેરીમાં ગોપાલ મેન્શન કોમ્પલેક્ષમાં દુકાન નંબર સાતમાં ત્રિશુલ ઓર્નામેન્ટ નામની દુકાન આવેલી છે. જેમાં તેઓ સોનીનું કામ તથા સોનાના દાગીના લે વેચનું કામ કરે છે. તેમણે સોની કામ કરતા માણસોનો વોટસએપ ગ્રુપ હોય જેમાં પોતાના અલગ અલગ દાગીનાઓની ડિઝાઇન મૂકે છે. વર્ષ ૨૦૨૩ માં મે મહિનામાં મુંબઈમાં રહેતા વિનોદશાહે ફોન કરી વેપારીને કહ્યું હતું કે, તમે વોટસએપ ગ્રુપમાં જે સોનાની ડિઝાઇન મૂકી છે તેનો ભાવ શું છે તેવી ડિઝાઇન અમારા મુંબઈમાં ચાલે છે તેમ કહી પૂછતાછ કર્યા બાદ દાગીના ખરીદવાની તૈયારી દર્શાવતા વેપારીએ કહ્યું હતું કે અમે બધો વેપાર રોકડ વ્યવહારથી જ કરીએ છીએ રોકડ વ્યવહાર કરશો તો જ માલ આંગડિયા દ્રારા મોકલાવીશું તેવી વાત કરી હતી.
ત્યારબાદ વિનોદ શાહે પ્રથમ વખત ૧૯૫૨૦૨૩ ના મિકસ ગોલ્ડ ઓર્નામેન્ટનો માલ મંગાવ્યો હતો. જેની જીએસટી સહિતની કિંમત ૨,૧૯ લાખ હોય જે માલ ફરિયાદીએ જેંતીલાલ પ્રવીણકુમાર નામની આંગડિયા પેઢી મારફત મોકલ્યો હતો પૈસાની માંગણી કરતા મુંબઈના વેપારીએ કહ્યું હતું કે એક સાથે પૈસા આપી દઈશું બાદમાં અલગ અલગ માલ મોકલ્યા બાદ મુંબઈના આ વેપારીઓ ૭.૧ લાખનું પેમેન્ટ કયુ હતું. જેથી તેના પર વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ તે આ પ્રકારે અલગ અલગ સમયે વેપારી પાસેથી મિકસ ગોલ્ડ ઓરર્નામેન્ટ માલ ૬૮૯.૫૯૦ ગ્રામ જીએસટી સહિત પિયા ૩૩,૬૨,૫૭૫ નો માલ મંગાવ્યો હોય વેપારીએ આ માલ આંગડિયા મારફત મોકલ્યો હતો જેમાંથી આરોપી વિનોદ શાહે પિયા ૨૦.૫૨ લાખનું પેમેન્ટ આંગડિયા મારફત મોકલાવ્યું હતું. પરંતુ બાકી રહેતી રકમ ૧૩,૦૯,૯૭૬ તે આપતા ન હોય અને ગલ્લા તલ્લા કરવા લાગતા તથા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હોય વેપારીને શંકા ગઈ હતી. જેથી મુંબઈ જઈ તપાસ કરતા વિનોદ શાહ મુંબઈ ન્યુ મોનિકા વેલર્સ નેશનલ પાર્ક રોડનું જે એડ્રેસ આપ્યું હતું ત્યાં તપાસ કરતા તે મળી આવ્યા ન હતા. જેથી વેપારીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતાં તેમણે આ અંગે આ ફરિયાદ નોંધાવી છે એ ડિવિઝન પોલીસે મુંબઈના આ વેપારી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech