૨૬૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ખાસ વિમાનમાં અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરવામાં આવશે અને આજે મોડી સાંજે અથવા કાલે વહેલી સવારે ભારત લાવવામાં આવશે. સૂત્રો કહે છે કે આ સમય દરમિયાન તેમની સાથે ગુચર અને તપાસ અધિકારીઓની એક ખાસ ટીમ રહેશે. રાણાના પ્રત્યાર્પણ માટેની તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે.
તહવ્વુર રાણાને કાલે તેની કસ્ટડી માટેએનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તહવ્વુર રાણા વિદ્ધ દિલ્હીમાં એનઆઈએનો કેસ નોંધાયેલો છે. તેથી, રાણાને પહેલા દિલ્હી લાવવામાં આવશે અને અહીં એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પછીથી તેની કસ્ટડી લેશે.
તહવ્વુર રાણાને કાલે તેની કસ્ટડી માટે એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યુએસ કોર્ટના સૂચનો મુજબ, દિલ્હી અને મુંબઈની જેલોમાં ગુ રીતે તહવ્વુર રાણા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે ભારત લાવ્યા પછી, રાણાને શઆતના થોડા અઠવાડિયા રાષ્ટ્ર્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં રાખવામાં આવશે. આ સમગ્ર કામગીરી અજિત ડોભાલ, એનઆઈએ અને ગૃહ મંત્રાલયના કેટલાક ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થઈ રહી છે.
અગાઉ, યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે તેના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. ૨૬૧૧ મુંબઈ હત્પમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે. હત્પં ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં.
રાણાએ યુએસ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કહ્યું હતું કે પાકિસ્તાની મૂળના મુસ્લિમ હોવાને કારણે તેમને ભારતમાં ખૂબ હેરાન કરવામાં આવશે. હ્યુમન રાઇટસ વોચ ૨૦૨૩ વલ્ર્ડ રિપોર્ટ કહે છે કે ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર વધુને વધુ સરમુખત્યારશાહી બની રહી છે અને જો ભારત સરકારને સોંપવામાં આવશે તો તેને ત્રાસ આપવામાં આવશે તેના પૂરતા કારણો છે. તહવ્વુર રાણાએ કહ્યું હતું કે તે ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તે પાર્કિન્સનથી પણ પીડાય છે. તેમને એવી જગ્યાએ ન મોકલવા જોઈએ યાં તેમને રાષ્ટ્ર્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક આધાર પર નિશાન બનાવવામાં આવે.
તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેમણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યેા અને ૧૦ વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડોકટર તરીકે કામ કયુ. પરંતુ તેહવુર રાણાને તેમનું કામ ગમ્યું નહીં અને તેમણે આ નોકરી છોડી દીધી. ભારત વિદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ તહવ્વુર રાણા હાલમાં કેનેડિયન નાગરિક છે. પરંતુ તાજેતરમાં જ તે શિકાગોનો રહેવાસી હતો, યાં તેનો વ્યવસાય છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, તેમણે કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઈંગ્લેન્ડમાં પ્રવાસ કર્યેા છે અને રહ્યા છે અને લગભગ ૭ ભાષાઓ બોલી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા જિલ્લામાં બ્લેક આઉટની પાયા વિહોણી બાબતો વહેતી થઈ
May 19, 2025 11:03 AMભાણવડના ફતેપુર ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી
May 19, 2025 11:01 AMબોર્ડની પૂરક પરીક્ષાની તૈયારી શરૂ: ધો.૧૨માં ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
May 19, 2025 10:59 AMજામનગર શહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય બની :વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech