મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સને 42 રનથી હરાવ્યું, દીપ્તિ શર્માની અડધી સદી ગઈ બેકાર

  • March 08, 2024 02:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સને 42 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યુપી વોરિયર્સની ટીમ 9 વિકેટના નુકસાને 118 રન જ બનાવી શકી હતી.


WPL 2024 મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 17 રનમાં બે વિકેટ પડી ગઈ હતી. 76ના સ્કોર પર ટીમને ત્રીજો ફટકો નેટ સિવર બ્રન્ટ (45)ના રૂપમાં લાગ્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌર (33) પણ 104ના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી.


મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 17 રનમાં બે વિકેટ પડી ગઈ હતી. 76ના સ્કોર પર ટીમને ત્રીજો ફટકો નેટ સિવર બ્રન્ટ (45)ના રૂપમાં લાગ્યો હતો.


અટાપટ્ટુને મળી બે વિકેટ

અમેલિયા કેરે 23 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી. અમનજોતે 7 રનનું યોગદાન આપ્યું હતું. એસ સંજનાએ 14 બોલમાં 22 રનની તોફાની ઇનિંગ રમી હતી. યુપી તરફથી ચમારી અટાપટ્ટુએ બે વિકેટ ઝડપી હતી. ગાયકવાડ, દીપ્તિ શર્મા અને સાયમા ઠાકોરે એક-એક વિકેટ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application