ભારતમાં નેશનલ હાઇવે અને એકસપ્રેસ વે પર મુસાફરી માટે ફાસ્ટેગને અગાઉથી જ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો 'વન વેહિકલ, વન ફાસ્ટેગ' નિયમ સૌમવારથી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયો છે. આ સાથે જ ગ્રાહકો એક વાહન માટે અનેક ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે નહીં.
આ નિયમનો ઉદ્દેશ અનેક વાહનો માટે એક ફાસ્ટેગના ઉપયોગ અથવા એક વાહન માટે અનેક ફાસ્ટેગ રાખનારાઓને હતોત્સાહિત કરવાનો છે. એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે હવે એક વાહન પર એકથી વધારે ફાસ્ટેગ લગાવી શકાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે જે લોકો પાસે એક વાહન માટે એકથી વધારે ફાસ્ટેગ છે તે એક એપ્રિલથી તેનો ઉપયોગ કરી શકશે નહીં. જાહેર ક્ષેત્રના એકમ એનએચએઆઇએ પેટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા વાહન માલિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને 'વન વેહિકલ, વન ફાસ્ટેગ' સ્કીમને લાગુ કરવાની ડેડલાઇન ૩૧ માર્ચ સુધી વધારી દીધી હતી. ફાસ્ટેગ ભારતમાં ટોલ કલેકશનની ઇલેકટ્રોનિક વ્યવસ્થા છે અને તેનું સંચાલન એનએચએઆઇ કરે છે.
ઇલેકટ્રોનિક ટોલ કલેકશન સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા અને ટોલ પ્લાઝા પર સરળ અવરજવર માટે એનએચએઆઇએ 'વન વેહિકલ, વન ફાસ્ટેગ' પહેલ શ કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પેટીએમની સહયોગી પેટા કંપની પેટીએમ પેમેન્ટસ બેંક લિમિટેડ (પીપીબીએલ)ના ગ્રાહકો અને વેપારીઓને ૧૫ માર્ચ સુધી પોતાના ખાતા અન્ય બેંકોમાં લઇ જવાની સલાહ આપી હતી. ફાસ્ટેગ લગભગ ૯૮ ટકા વાહનોને આવરી લે છે અને તેના આઠ કરોડથી વધારે ઉપયોગકર્તા છે. ફાસ્ટેગમાં ડાયરેકટ ટોલ માલિક સાથે જોડાયેલા પ્રીપેડ અથવા બચત ખાતામાંથી ટોલની ચુકવણી કરવા માટે રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન ટેકનિકનો ઉપયોગ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech