માફિયા ડોન મુખ્તાર અંસારીના પરિવાર વિશે જાણીને લોકો માનતા નથી કે, મુખ્તાર જેવો માફિયા ખરેખર પ્રતિિત પરિવારનો હતો. મુખ્તાર અંસારીનો જન્મ ગાઝીપુર જિલ્લાના મોહમ્મદબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ સુભાનુલ્લાહ અંસારી અને માતાનું નામ બેગમ રાબિયા હતું. ગાઝીપુરમાં મુખ્તાર અન્સારીનો પરિવાર પ્રતિિત રાજકીય પરિવાર સાથે સંબધં ધરાવે છે. મુખ્તાર અંસારીના દાદા ડો.મુખ્તાર અહેમદ અંસારી જે ૧૭ વર્ષથી વધુ સમયથી જેલમાં હતા તેઓ સ્વતંત્રતા સેનાની હતા. ગાંધીજી સાથે કામ કરતી વખતે તેઓ ૧૯૨૬–૨૭માં કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા. મુખ્તાર અંસારીના દાદા બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને ૧૯૪૭ના યુદ્ધમાં શહીદ થવા બદલ મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. મુખ્તારના પિતા સુભાનુલ્લાહ અંસારી પોતાની સ્વચ્છ છબી સાથે ગાઝીપુરના રાજકારણમાં સક્રિય હતા. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્ર્રપતિ હામિદ અંસારી મુખ્તાર અંસારીના કાકા હતા.
મુખ્તારે મૌમાં રમખાણો ભડકાવવાના કેસમાં ગાઝીપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કયુ હતું અને ત્યારથી તે જેલમાં હતો. અગાઉ તેને ગાઝીપુર જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી તેને મથુરા જેલમાં મોકલી દેવામાં આવ્યો. ત્યારબાદ તેને મથુરાથી આગ્રા જેલમાં અને આગ્રાથી બાંદા જેલમાં મોકલવામાં આવ્યો હતો. એ પછી મુખ્તારને બહાર આવવાનું નસીબ નહોતું મળ્યું. ત્યારબાદ એક કેસમાં તેને પંજાબની જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં પૂવાચલમાં તેમનું વર્ચસ્વ ચાલુ રહ્યું. જેલમાં રહીને પણ તેઓ ચૂંટણી જીતતા રહ્યા. કેટલાક લોકો માટે અન્સારી રોબિન હડ જેવી છબી ધરાવતા હતા. તેઓ કોન્ટ્રાકટ, ખાણકામ, ભંગાર, દા અને રેલવે કોન્ટ્રાકટમાં સામેલ હતા. જેના આધારે તેમણે પોતાનું રાય સ્થાપ્યું હતું. પણ આ રોબિનહત્પડ અમીરો પાસેથી લૂંટે છે તો ગરીબોમાં પણ વહેંચી દે છે. મઠના લોકોનું કહેવું છે કે, આ માત્ર તેમનું વર્ચસ્વ નથી પરંતુ ધારાસભ્ય તરીકે મુખ્તાર અંસારીએ તેમના વિસ્તારમાં ઘણું કામ કયુ છે. આ રોબિનહત્પડ તેના ફડં કરતા ૨૦ ગણા વધુ પૈસા રસ્તા, પુલ, હોસ્પિટલ અને શાળા–કોલેજો પાછળ ખર્ચતો હતો
મુખ્તાર અંસારીના દાદા લશ્કરમાં બ્રિગેડિયર હતા
મુખ્તાર અંસારીના દાદા સ્વાતંય સેનાની હતા અને તેમના દાદા લશ્કરમાં બ્રિગેડિયર હતા. તો પછી મુખ્તાર અંસારી માફિયા કેવી રીતે બન્યો ? મજબૂત મૂછવાળા આ ધારાસભ્ય આજે ભલે આ દુનિયામાંથી ગુજરી ગયા હોય પરંતુ મુખ્તાર અંસારી મઉ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રખ્યાત હતા. એક સમય એવો હતો યારે મુખ્તારના નામથી આખું રાય ધ્રૂજતું હતું. તેઓ ભાજપ સિવાય ઉત્તર પ્રદેશની દરેક મોટી પાર્ટીમાં સામેલ હતા. મુખ્તાર અંસારી ૨૪ વર્ષ સુધી યુપી વિધાનસભામાં પહોંચતા રહ્યા. પરિવારનો ભવ્ય ઈતિહાસ હોવા છતાં મુખ્તાર અંસારી સંગઠિત અપરાધનો ચહેરો બની ગયો હતો. પરંતુ ગાઝીપુરમાં તેમનો પરિવાર પ્રથમ રાજકીય પરિવાર તરીકે ઓળખાય છે. માત્ર ડરના કારણે જ નહીં પરંતુ કામના કારણે પણ મુખ્તાર અન્સારીનો પરિવાર વિસ્તારના ગરીબ લોકોમાં આદરણીય છે. પણ કદાચ તમારામાંથી થોડા જ લોકો જાણતા હશે કે મઢમાં અંસારી પરિવારના માન–સન્માનનું બીજું એક કારણ છે અને તે છે આ પરિવારનો ગૌરવશાળી ઈતિહાસ. આ કુટુંબના પ્રભાવનું સ્તર ભાગ્યે જ પૂવાચલના કોઈ કુટુંબ જેટલું હોય છે. બાહત્પબલી મુખ્તાર અંસારીના દાદા ડો. મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સંગ્રામ ચળવળ દરમિયાન ૧૯૨૬–૨૭માં ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસના પ્રમુખ હતા અને ગાંધીજીની ખૂબ નજીક માનવામાં આવતા હતા. તેમની યાદમાં દિલ્હીમાં એક રોડનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.
નાના નવશેરા યુદ્ધના હીરો હતા
મુખ્તાર અંસારીના દાદાની જેમ નાના પણ પ્રખ્યાત વ્યકિતઓમાંના એક હતા. કદાચ બહત્પ ઓછા લોકો જાણતા હશે કે મહાવીર ચક્ર વિજેતા બ્રિગેડિયર ઉસ્માન મુખ્તાર અંસારીના દાદા હતા. જેમણે ૧૯૪૭ના યુદ્ધમાં ભારતીય સેના વતી નવશેરાની લડાઈ લડી એટલું જ નહીં પણ ભારતને વિજય અપાવ્યું. જોકે તેઓ પોતે આ યુદ્ધમાં ભારત માટે શહીદ થયા હતા.
"
પિતા મોટા નેતા હતા અને કાકા હતા ઉપરાષ્ટ્ર્રપતિ
પરિવારનો આ વારસો મુખ્તારના પિતા સુભાનુલ્લાહ અંસારીએ આગળ ધપાવ્યો હતો. સામ્યવાદી નેતા હોવા ઉપરાંત સુભાનુલ્લાહ અંસારી ૧૯૭૧ની મ્યુનિસિપલ ચૂંટણીમાં તેમની સ્વચ્છ છબીને કારણે બિનહરીફ ચૂંટાયા હતા. એટલું જ નહીં ભારતના અગાઉના ઉપરાષ્ટ્ર્રપતિ હામિદ અંસારી પણ મુખ્તારના કાકા હોવાનું જણાય છે. એક તરફ વર્ષેાનો પારિવારિક વારસો હતો તો બીજી તરફ માફિયા ડોન મુખ્તાર અંસારી અનેક ગંભીર આરોપોથી ઘેરાયા હતા. જેમણે પોતાના પરિવારના ભવ્ય વારસાનો અતં લાવી દીધો. પરંતુ યારે તમે આ પરિવારની આગામી પેઢીને મળશો ત્યારે તમને ફરીથી આશ્ચર્ય થશે. મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારી આંતરરાષ્ટ્ર્રીય શોટ ગન શૂટીંગ પ્લેયર છે. વિશ્વના ટોપ ટેન શૂટર્સમાં સામેલ અબ્બાસ માત્ર નેશનલ ચેમ્પિયન જ નથી રહ્યો. હકીકતમાં તેણે વિશ્વભરમાં ઘણા મેડલ જીતીને દેશનું ગૌરવ વધાયુ છે. પરંતુ હવે તે પણ તેના પિતાના કર્મેાની સજા ભોગવી રહ્યો છે. મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી
ગુરૂઓએ ગુદક્ષિણામાં દુશ્મનની લાશ માગી અને મુખ્તારે કરી હત્યા
મુખ્તાર અંસારી વિદ્ધ ૬૫ થી વધુ કેસ નોંધાયેલા છે. તે આમ જ કુખ્યાત માફિયા બની ગયો ન હતો, પરંતુ તેની પાસે ગુનાખોરીની દુનિયાનો તાજ વગરનો રાજા બનવાની તમામ આવડત હતી. તે એટલો સચોટ શૂટર હતો કે તેણે એક દીવાલના છિદ્રમાંથી બીજી દિવાલ પર ગોળી મારીને બીજા ગુનેગારને મારી નાખ્યો, ત્યારબાદ તેના ગુનાઓ પૂવાચલમાં પ્રખ્યાત થયા. માર્યા ગયેલા વ્યકિતનું નામ રણજીત સિંહ અને ગોળીબાર કરનારનું નામ મુખ્તાર અંસારી હતું. તેને રંજીત સાથે કોઈ અંગત દુશ્મની નહોતી અને તે તેની સાથે પરિચિત પણ નહોતો; તેણે તેના રાજકીય ગુ સાધુ અને મકનુ સિંહની સૂચનાથી તેની હત્યા કરી હતી. બંનેએ ગુ દક્ષિણા તરીકે રણજિત સિંહના મૃતદેહની માંગણી કરી હતી અને યારે ગુઓએ પહેલીવાર કંઈક માંગ્યું ત્યારે મુખ્તાર ના પાડી શકયો નહીં.
સામાન્ય રીતે, લશ્કરી સેવા અને દેશભકિત માટે જાણીતા ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં, મુખ્તાર અન્સારી જેવા ઘણા લોકો હતા, જેમણે અહીં રહીને, ગુનાની એક અલગ દુનિયા બનાવી, તેને સ્થાયી કરી અને વિવિધ હત્યાઓ દ્રારા ગુનાની દુનિયાને વસાવી રાખી. સાધુ સિંહ અને મકનુ સિંહ આ જિલ્લાના સૈયદપુર કોતવાલી વિસ્તારના મુડિયાર ગામના રહેવાસી હતા. તેણે તેના કાકા રામપત સિંહ અને તેના ત્રણ પુત્રોની નિર્દયતાથી હત્યા કરીને ગુનાની દુનિયામાં નામ કમાવ્યું હતું. ૮૦ના દાયકામાં મુખ્તાર અંસારીએ કોલેજમાં અભ્યાસ કરતા સમયે આ વિસ્તારમાં દાદાગીરી શ કરી દીધી હતી.
રણજીત સિંહની હત્યા માટે મુખ્તાર દ્રારા અપનાવવામાં આવેલી પદ્ધતિ ફિલ્મો કરતાં વધુ ખતરનાક હતી. મુખ્તાર અંસારીએ રણજીત સિંહના ઘરની સામે રહેતા રામુ મલ્લાહ સાથે મિત્રતા કેળવી હતી. એ જ રામુ મલ્લાહ જે પાછળથી મુખ્તારનો શાર્પ શૂટર બન્યો હતો. મુખ્તારે રામુ મલ્લાહના ઘરની બહારની દીવાલ પર અંદરથી બહાર સુધી કાણું પાડું હતું. રણજિતના ઘરમાં પણ આવો જ કાણું પાડવામાં આવ્યું હતું. હવે તે રામુ મલ્લાહના ઘરના છિદ્રમાંથી સીધો રણજીતના આંગણામાં જોઈ શકતો હતો. એક દિવસ રણજીત તેના આંગણામાં ફરતો હતો. મુખ્તારએ તક જોઈ, શિકાર પર નિશાન સાધ્યું અને એટલો સચોટ નિશાનબાજ હતો કે તેણે એક ગોળી ચલાવી અને રણજીત સિંહ માર્યેા ગયો. ટૂંક સમયમાં આ વિસ્તારમાં સમાચાર ફેલાઈ ગયા કે કોણે રણજીતની હત્યા કરી છે અને તેના કહેવા પર કોણે કયુ છે. એટલે કે હવે મુખ્તાર અને તેના ગુઓ સાધુ અને મકનુના સિક્કા ગાઝીપુરથી વારાણસી સુધી જમા થવા લાગ્યા. આ ગેંગનું નામ સાધુ મકનુ ગેંગ હતું અને મુખ્તાર અંસારી તેનો સાગરિત હતો. બાદમાં સાધુ અને મકનુની પણ હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ મુખ્તાર અંસારી આ ગેંગનો લીડર બન્યો હતો, જે તેના ગુનાનું પહેલું પગલું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech