રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણી હવે 'પાન પસંદ'ટોફી વેચશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ૮૨ વર્ષ જૂની કંપની રાવલગાંવ સુગર ફાર્મ ખરીધું છે. આ કંપની પાસે પાન પસંદ, મેંગો મૂડ અને કોફી બ્રેક જેવી નવ કન્ફેકશનરી બ્રાન્ડસ છે. આ ડીલ ૨૭ કરોડની છે.
ભારત અને એશિયાના સૌથી અમીર વ્યકિત મુકેશ અંબાણીને વધુ એક કંપની પોતાના ખાતામાં મળી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સની એફએમસીજી કંપની રિલાયન્સ કન્યુમર પ્રોડકટસે રાવલગાંવ સુગર ફાર્મનો કન્ફેકશનરી બિઝનેસ ખરીધો છે. આ ડીલ ૨૭ કરોડ પિયામાં થઈ છે. ડીલ મુજબ આ કંપનીના ટ્રેડમાર્ક, રેસિપી અને બૌદ્ધિક સંપદા અધિકાર હવે રિલાયન્સ પાસે આવી ગયા છે.રાવલગાંવએ શુક્રવારે એકસચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. ઉધોગપતિ વાલચદં હીરાચંદે ૧૯૩૩માં મહારાષ્ટ્ર્રના નાસિક જિલ્લાના રાવલગાંવ ગામમાં ખાંડની મિલની સ્થાપના કરી હતી. ૧૯૪૨ માં, આ કંપનીએ રાવલગાંવ બ્રાન્ડ હેઠળ ટોફી બનાવવાનું શરુ કયુ. આ કંપની પાસે પાન પસંદ, મેંગો મૂડ અને કોફી બ્રેક જેવી નવ બ્રાન્ડસ છે.રિલાયન્સ કન્યુમર પ્રોડકટસ એકિવઝિશન અને ભાગીદારી દ્રારા ઝડપથી વિસ્તરી રહી છે.
રાવલગાંવનું અધિગ્રહણ તેના એફએમસીજી પોર્ટફોલિયોને વિસ્તૃત કરશે
રાવલગાંવ કંપનીમાં પહેલેથી જ કેમ્પા, ટોફીમેન અને રાસ્કિક જેવી બ્રાન્ડ સામેલ છે. કન્યુમર માર્કેટમાં મહત્તમ હિસ્સો મેળવવા માટે એફએમસીજી કંપનીઓ વચ્ચે દોડધામ ચાલી રહી છે. વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે તેઓ અન્ય કંપનીઓને હસ્તગત કરી રહ્યા છે .જોકે, રિલાયન્સ કન્યુમર પ્રોડકટસે આ ડીલ અંગે કોઈ નિવેદન જારી કયુ નથી. નિષ્ણાતો કહે છે કે સંગઠિત અને અસંગઠિત ઉધોગના ખેલાડીઓની વધતી સ્પર્ધાને કારણે રાવલગાંવનો બજાર હિસ્સો ઘટી રહ્યો હતો. આ જ કારણ છે કે કંપનીએ તેનો કન્ફેકશનરી બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યેા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech