ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર કર્મચારીઓને વધુ એક લાભ આપવાની તૈયારીઓ કરી રહી છે. ગત 4 જુલાઈ 2024ના રોજ રાજ્યની ભૂપેન્દ્ર સરકારે સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને વધુ એક ભેટ મળે એવી શક્યતા છે. રાજ્ય સરકાર કર્મચારીઓના વ્યાપક હિતમાં ભાડા ભથ્થામાં વધારો કરવાની દિશામા આગળ વધી રહી છે
ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી સામે રાહત આપવા માટે મોંઘવારી ભથ્થા માં 4 ટકાનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી અમલમાં મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્મચારીઓના વ્યાપક હિતમાં લીધો હતો. આ વધારાનો લાભ રાજ્ય સરકાર, પંચાયત સેવા અને અન્ય સરકારી સંસ્થાઓના કુલ 4.71 લાખ કર્મચારીઓને મળશે. આ ઉપરાંત, 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને પણ આનો લાભ મળશે.
આ મોધવારી ભથ્થામા વધારાથી કર્મચારીઓ અને પેન્શનર્સને મુખ્ય ખર્ચમાં રાહત મળશે આ નિર્ણય ગુજરાત સરકારના કર્મચારીઓના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દશર્વિે છે.જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ કર્મચારીઓને ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.
જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગષ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.
હવે રાજયના સામાન્ય વહીવટી વિભાગ અને નાણા વિભાગ વચ્ચે મોંઘવારી ભથ્થા પછી ઘરભાડા ભથ્થામા વધારો કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને મુખ્યમંત્રી કક્ષાએ એક પ્રેઝન્ટેશન પણ આપી દેવામાં આવ્યું છે.
આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવશે જેનો લાભ રાજ્યના 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ નિવૃત્ત કર્મચારીઓને આનો લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech