કચ્છના રણમાં દબાણ કરીને ગેરકાયદેસર રીતે મીઠું પકવવાનો ધંધો ધંધો ધમધોકાર ચાલી રહ્યો હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. તંત્રની નજર હેઠળ જ ચાલતાં આ વેપલામાં રેકોર્ડ આધારિત ફરિયાદ,આક્ષેપો કરવામાં આવે છે પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી છાપ ગ્રામીણ વિસ્તારના લોકોમાં ઉપસી રહી છે. દરમિયાન હવે કેટલાક મીઠાના માફિયાની ભૂખ વધુ ઉપડી હોય તેમ કચ્છના રણમાં સૌથી મોટા વેટલેન્ડ પર નજર દોડાવી છે. કચ્છ અને બનાસકાંઠાને લાગતી જમીનમાં લુણીના કુદરતી વેણ પર દબાણ કરીને પર્યાવરણનું ધનોતપનોત કાઢવાની સાથે સાથે પક્ષીઓની ઉત્પત્તિ અને તેના વસવાટ પર જોખમ ઊભું કરવાની પ્રવૃત્તિ શ થઈ હોવાના સંકેત મળી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ દ્રારા આ બાબતે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાની ફરિયાદ ઊઠી રહી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કચ્છના કડોલ, શિકારપુરા સહિતના રણ વિસ્તારમાં મીઠું પકાવવાની લ્હાયમાં કેટલાક દબાણ કારો દ્રારા રાજકીય નેતાઓને સાથે રાખીને તેના પીઠબળના સહારે જમીનો પણ દબાણ કરીને લાખો પિયાનું મીઠું પકવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ થાય છે. અવારનવાર ઊભી થતી આ પ્રવૃત્તિ સામે સ્થાનિક સ્તરેથી રજૂઆતો અને વિરોધ થતો હોવા છતાં તંત્રને ખીસ્સામાં રાખીને બેઠેલા લોકોના લઈને કોઈ જ પગલાં ભરવામાં આવતાં નથી તેવો ઈતિહાસ હોવાનો દાવો પણ સૂત્રો દ્રારા કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કેટલાક મીઠાના માફિયાઓની હવે વધુ ભૂખ ઉઘડી હોય તેમ આ માફિયાઓ દ્રારા કચ્છના સૌથી મોટા વેટલેન્ટ પર નજર દોડાવવામાં આવી છે. યાં દબાણ કરવાની હિલચાલ પણ શ કરી દેવામાં આવી છે. મશીનરી સાથે શ કરવામાં આવેલી આ હિલચાલમાં મસ મોટા પાળા પણ બાંધવામાં આવી રહ્યા છે જેને લઇને ઝીંગા સહિતની અન્ય પશુ પક્ષીઓ પર અસ્તિત્વ ખતમ થાય તેવી શકયતાઓ પર્યાવરણ પ્રેમીઓ વ્યકત કરી રહ્યા છે અને આ બાબતે કચ્છ અને બનાસકાંઠાના વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું તેમ છતાં આ પ્રવૃત્તિ અટકી નથી તે પણ એક હકીકત છે તેની પાછળ અનેક પરિબળો કામ કરતા હશે તેવી આશંકા ગ્રામીણ વિસ્તારના લોકોમાં પ્રબળ બની રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech