અનમોલ બિશ્નોઈ અને અર્શદીપ ડલ્લાને ભારત લાવવાની ગતિવિધિ તેજ

  • January 09, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાના આરોપી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ અને આતંકવાદી અર્શદીપ સિંહ ડલ્લાને અમેરિકા અને કેનેડાથી ભારત લાવવાના પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યા છે. આ માટે સીબીઆઈએ ઇન્ટરપોલની મદદથી અમેરિકન અને કેનેડિયન એજન્સીઓને માહિતી મોકલી છે.આ કેસમાં, 10 લાખ રૂપિયામાં વોન્ટેડ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ અમેરિકામાં છુપાયેલો છે. સીબીઆઈએ અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ માટે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે. ઇન્ટરપોલ દ્વારા અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈ સાથે બધી માહિતી શેર કરવામાં આવી છે.
12 ઓક્ટોબર ના રોજ મુંબઈમાં બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મુંબઈ પોલીસે ધરપકડ કરેલા બે શૂટર્સ સ્નેપચેટ દ્વારા અમેરિકામાં છુપાયેલા અનમોલ બિશ્નોઈના સતત સંપર્કમાં હતા. આ પહેલા 29 મેના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં એકે-47 ઉપરાંત, ઑસ્ટ્રિયાની ગ્લોક પિસ્તોલ, જર્મનીની પી-30 અને તુર્કીની ઝિગાના પિસ્તોલ જેવા મોટા અને વિદેશી હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં પણ અનમોલ બિશ્નોઈની ભૂમિકા સામે આવી હતી.

એનઆઈએ સાથે મળીને ઘણા રાજ્યોની પોલીસની તલાશ જારી
મુંબઈ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ પોલીસ તેમજ એનઆઈએ દ્વારા અનમોલની શોધ ચાલી રહી છે. સૂત્રો કહે છે કે આ કેસમાં અનમોલ બિશ્નોઈને ક્યારે ભારત લાવી શકાય તે કહી શકાય નહીં, પરંતુ એ વાત ચોક્કસ સાચી છે કે સીબીઆઈ આ કેસમાં ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. જો કેસમાં કોઈ ટેકનિકલ અને કાનૂની અવરોધો ન આવે, તો અનમોલ બિશ્નોઈને પાછા લાવવામાં વધુ સમય લાગશે નહીં.

કેનેડામાં બેઠેલા ડલ્લા પર ફાંસો કડક થશે
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે સીબીઆઈએ હરદીપ સિંહ નિજ્જરના સહયોગી અને અલગતાવાદી અર્શદીપ સિંહ ડલ્લાને કેનેડાથી ભારત મોકલવાના પ્રયાસો પણ કયર્િ છે. તેના પ્રત્યાર્પણ માટે ઇન્ટરપોલનો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application