માઉન્ટ આબુ થીજ્યું: સતત બીજા દિવસે તાપમાન શૂન્ય ડિગ્રી પર

  • December 11, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિસેમ્બરમાં શિયાળાની અસર વધી રહી છે. માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે તાપમાન શૂન્ય ડિગ્રી રહ્યું હતું. જ્યારે પાલીમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહ્યું હતું. આ સાથે લગભગ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઠંડી હવાના કારણે ઠંડીનો અહેસાસ વધ્યો હતો. હવામાનમાં ફેરફારને કારણે લોકોની દિનચયર્મિાં પણ ઘણો બદલાવ આવ્યો છે. લોકો હવે મોર્નિંગ વોક માટે મોડા નીકળી રહ્યા છે. જયારે સાંજે સમયસર પોતાના ઘરે પરત ફરવાનું પણ શરૂ કરી દીધું છે. બીજી તરફ ગરમાગરમ વાનગીઓની માંગ વધી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. તેનાથી ઠંડી વધી શકે છે. બીજી તરફ, પશ્ચિમ હિમાલયન ક્ષેત્રની અસર અને હિમવષર્નિા કારણે રાજ્યમાં પણ ઠંડી વધી શકે છે. જોકે તેની શક્યતા હજુ પણ ઓછી છે.


જિલ્લામાં હજુ તાપમાન દસ ડિગ્રીથી નીચે ગગડ્યું ન હોવાથી હવામાન વિભાગ ઓછી ઠંડીની અસર ગણી રહ્યું છે.
તાપમાનમાં ઘટાડો થતાં સવારથી જ વાહનો અને વૃક્ષોના પાંદડા પર ઝાકળના ટીપાં દેખાવા લાગ્યા છે. ખુલ્લામાં પડેલા કપડામાં પણ ભીનાશ દેખાઈ રહી છે. જિલ્લામાં મગરા વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પણ ધુમ્મસ છવાયેલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application