વારે વારે નાપાસ કેમ થાય છે? તેમ પૂછનારા મા, બાપને પુત્રે પતાવી દીધા

  • January 02, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્રના નાગપુરમાં અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પુત્ર વારે વારે નાપાસ થતો હોઈ માતા, પિતાએ આ અંગે ઠપકો આપતા પુત્ર વીફર્યો હતો અને પહેલા માતાનું ગળું ઘોટી નાખ્યું હતું અને બાદમાં પિતા જયારે ઘરે આવ્યા ત્યારે તેમને છરી હુલાવીને પતાવી દીધા હતા બાદમાં પોતે બહેનને લઈને કાકાના ઘરે જતો રહ્યો હતો. બન્ને લાશોમાંથી દુર્ગંધ આવવા લાગતા પાડોશીઓએ પોલીસને બોલાવતા સમગ્ર ભાંડાફોડ થયો હતો અને પોલીસે બાદમાં પુત્રની હ્દાર્પકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે. નોંધનીય છે કે આરોપીના પિતા લીલાધર ડાખોલે કોરાડી પાવર સ્ટેશનમાં ટેકનિશિયન હતા, જ્યારે માતા અરુણા ડાખોલે સંગીતા વિદ્યાલયમાં શિક્ષિકા હતી.
આ મામલો મહારાષ્ટ્રના નાગપુરનો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ઉત્કર્ષ ડાખોલે (25) એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં છે.છેલ્લા બે વર્ષથી તે નિષ્ફળ જતો હતો. ઉત્કર્ષના માતા-પિતા ઇચ્છતા હતા કે તે એન્જિનિયરિંગ છોડીને કંઈક બીજું કરે.અને પુત્રને તેમાં જ રહેવું હતું. આથી માતા પિતાએ એવો સવાલ કર્યો હતો કે તું વારે વારે નાપાસ કેમ થાય છે? આનાથી ગુસ્સે થઈને આરોપી ઉત્કર્ષ ડાખોલેએ માતાનું ગળું દબાવીને હત્યા કરી નાખી.
સાંજે જ્યારે તેના પિતા ઘરે પરત ફયર્િ ત્યારે તેણે તેમને છરી હુલાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં પોતે બહેનને લઈને કાકાના ઘરે જતો રહ્યો. લાશોમાંથી ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી, ત્યારપછી સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ઉત્કર્ષે બહેનને અને કાકાને એવું જણાવ્યું કે માતા-પિતા ધ્યાન કાર્યક્રમ માટે બેંગલુરુ ગયા છે. બહેનને પણ આ હત્યાની જાણ નહોતી. ઉત્કર્ષ પણ ત્યાં જ રોકાયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application