ખંભાળિયા નજીકના હાપી વાડી રહેતા ધરણાતભાઈ નારણભાઈ કાંબરીયા નામના આહીર યુવાનની ૧૬ વર્ષની તરુણ પુત્રી જાનવીબેનને તેણીના માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા આનાથી તેણીને મનમાં લાગી આવ્યું હતું.
આનાથી વ્યથિત થઈને જાનવીએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન જાનવીબેને અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગેની જાણ ધરણાતભાઈ નારણભાઈ કાંબરીયા (ઉ.વ. ૪૪, રહે. હાપી વાડી) એ અહીંની પોલીસને કરી છે.
***
દ્વારકામાં પરપ્રાંતિય ભિક્ષુકનું મૃત્યુ
દ્વારકામાં રુક્ષ્મણી ગેઈટ વિસ્તારમાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા સ્વામી હરિદાસ દંગપીગલી નામના ૫૬ વર્ષના પ્રૌઢનું બીમારી દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે.
***
કાલાવડમાં હાર્ટએટેકથી વૃઘ્ધનું પ્રાણ પંખેરુ ઉડયું
કાલાવડના પંજેતરનગર વિસ્તારમાં એક વૃઘ્ધને અચાનક હાર્ટએટેક આવતા તેમનું મૃત્યુ નિપજયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે. કાલાવડના પંજેતરનગરમાં આવેલ સિલ્વર સોસાયટીમાં રહેતા દાઉદભાઇ કાસમભાઇ મોવર (ઉ.વ.૫૮) નામના વૃઘ્ધ ગઇકાલે ચા પીને બાથરુમ તરફ જતા હતા ત્યારે અચાનક પડી જતા બેભાન બની ગયા હતા આથી સારવારમાં લઇ જતા હાર્ટએટેક આવવાથી મૃત્યુ થયુ હતું.આ અંગે સિલ્વર સોસાયટીમાં રહેતા અજીમ તારીફ દાઉદભાઇએ કાલાવડ ટાઉન પોલીસમાં જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech