પાંચ દિવસ પુર્વે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થતા પોલીસની તપાસ
મુળ બિહારના વતની હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા એક મહિલા તેમના 6 વર્ષના પુત્ર સાથે ઘરેથી કોઇને કહયા વગર નીકળ્યા બાદ ભેદી રીતે લાપતા થતા પોલીસમાં જાણ કરવામાં આવી છે જેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.
બિહારના ખબલીયારા જીલ્લાના સોનીહાર ગામના વતની અને હાલ લાલપુરના મેઘપર ગામમાં રહેતા મજુરી કામ કરતા રામકલ્યાણ દુખી નામના યુવાને પડાણા પોલીસમાં જાહેર કર્યુ હતુ કે ગત તા. 21-11-24ના સવારના સુમારે તેઓ કામ પર ગયા હતા અને સાંજે તેઓ ઘરે આવતા તેમના પત્ની જયોતીદેવી ઉર્ફે અમરીકાકુમારી રામકલ્યાણ દુખી-તાતી (ઉ.વ.32) તથા તેમનો 6 વર્ષનો પુત્ર સુશાંતકુમાર બંને જોવા મળ્યા ન હતા આજુબાજુમાં તપાસ કરતા અને ફોન સ્વીચઓફ આવતો હોય આથી પોલીસનો સંપર્ક કર્યો હતો.
જાહેર કરનારના પત્ની તેમના માસુમ પુત્ર સાથે કોઇને કહયા વગર કયાંક જતા રહયા હોય આથી ગુમ થયા છે ગુમથનાર જયોતીદેવીએ શરીરે લાલ કલરનો ડ્રેસ પહેરેલ છે, શ્યામવર્ણ, પ ફુટની ઉંચાઇ ધરાવે છે અને પુત્રએ શરીરે બ્લુ કલરનું જીન્સ પેન્ટ તથા સફેદ-કાળા કલરનો ચેકસનો શર્ટ પહેરેલ છે ગુમથનાર માતા-પુત્ર અંગેની તપાસ મેઘપર પોલીસ ચલાવી રહી છે અને આ અંગેની કાર્યવાહી એએસઆઇ વી.સી. જાડેજા દ્વારા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅઘોરી સાધુ નાગાબાવા કરતા કેટલા અલગ તરે છે, તેમની વચ્ચે શું તફાવત, જાણો તેની રહસ્યમય દુનિયા વિશે
January 21, 2025 05:53 PMજામનગરમાં ઘડીયાલી કૂવાથી પણ નીચે ઉતરવા લાગ્યું પાણી..!!
January 21, 2025 05:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech