મોરબીના ગુંગણમાં ખેત તલાવડીના પાણીમાં ડૂબી જતાં માતા-પુત્રીનાં મોત

  • October 08, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીમાં ડૂબી જતા 20 વર્ષીય માતા અને 7 માસની પુત્રીના મોત થતા પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે મોરબી ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીમાં માતા અને પુત્રી ડૂબ્યા હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે માતા અને દીકરીની શોધખોળ ચલાવી હતી જોકે ફાયર ટીમને માતા અને પુત્રીના મૃતદેહ જ હાથ લાગ્યા હતા ફાયર ટીમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિલાસબેન કલ્પેશભાઈ ડામોર (ઉ.વ.20) અને તેની દીકરી શરીના (ઉ.વ.7 માસ) એમ બંનેના પાણીમાં ડૂબી જતા મોત થયા હતા ફાયર ટીમે બંને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બાળકી શૌચક્રિયા કરી હોય જેથી માતા ધોવા માટે લઇ ગઈ હતી અને પગ લપસી જતા બંને પાણીમાં ખાબકી હતી અને ડૂબી જતા મોત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application