શ્રી નીલગીરી પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ પૂજન દિવસ તેમજ વાર્ષિકોત્સવની ઉજવણી (રાત્રી કાર્યક્રમ)-૨૦૨૪

  • February 27, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી નીલગીરી પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ પૂજન દિવસ તેમજ વાર્ષિકોત્સવની ઉજવણી (રાત્રી કાર્યક્રમ)-૨૦૨૪

શ્રી નીલગીરી પ્રાથમિક શાળા તા.જિ- જામનગર ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસ તેમજ વાર્ષિકોત્સવની ઉજવણી તા.૧૬/૦૨/૨૦૨૪નાં રોજ કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમની શરૂઆત GIDC ફેસ-૨/3 એસોસિયેશનના પ્રમુખ દિનેશભાઈ મોહનભાઈ ડાંગરિયા, ઉપાસના ગૌ શાળા-દરેડના સંચાલક મગનભાઈ ચકુભાઈ ચાંગાણી તથા ઉદ્યોગપતિ જયેશભાઈ સંઘાણી તેમજ ગામના વડીલ દાનાબાપા ચૌહાણ,વજાભાઈ ચૌહાણના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો.
​​​​​​​

શાળાના આચાર્ય ભવાનભાઈ આણદાણી દ્વારા શાળા માં પધારેલ મહેમાનઓ તેમજ વાલીઓનું શાબ્દિક સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા તેમના માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમનું સંચાલન શાળા ના મ.શિ. કિરણકુમાર અગ્રાવત કર્યું હતું આ કાર્યક્રમ નિહાળવા ગ્રામજનો ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ ની આભાર વિધિ શાળાનાં મ.શિ. શાપરીયા દુષ્યંતભાઈએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application