ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારી તેવી હત્યાની ઘટનામાં વીમો પકવવા માટે હસમુખે મિત્રની હત્યા કરી લાશ સળગાવી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યા બાદ પોલીસે મુખ્ય સૂત્રધાર હસમુખને ઝડપી લેવા શોધખોળ યથાવત રાખી છે તેનું લાસ્ટ લોકેશન સોમનાથ તરફનું મળ્યું હતું. જો કે હજુ સુધી હસમુખને ઝડપી લેવાય તેવા કોઈ સગડ મળ્યા નથી. બીજી તરફ આ હત્યા પ્રકરણમાં ઝડપાયેલ બાળ આરોપીની પૂછતાછમાં એવી હકીકત સામે આવી હતી કે, હસમુખે તેને કહ્યું હતું કે અમને અયોધ્યામાં રસોઈનો કોન્ટ્રાકટ મળ્યો છે જેમાં તું અમારી સાથે ચાલ તને મહિને ૨૫ થી ૩૦ હજાર રૂપિયા મળશે આવી લાલચ આપી સગીરને પોતાની સાથે રાખ્યો હતો. જોકે હત્યામાં બાળ આરોપીએ કેમ સાથ આપ્યો તે અંગે હજુ કોઈ સ્પષ્ટ્રતા થઇ શકી નથી.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શુક્રવારના મોટા મહીકા ગામે ખંડેર હાલતમાં રહેલા મકાનમાંથી અર્ધ બળેલી હાલતમાં પુષની લાશ મળી હતી બાદમાં આ લાશ રાજકોટમાં મોરબી રોડ પર સદગુરૂ સોસાયટીમાં રહેતા હસમુખ મૂળશંકર ધાનેજા વ્યાસ (ઉ.વ ૪૬) નો હોવાનું ખુલ્યું હતું પરંતુ પોલીસને ઘટના શંકાસ્પદ જણા હતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.રાવ તેમજ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
ગળાટૂપો આપી હત્યા કર્યા બાદ લાશને સળગાવી લાશની બાજુમાં પોતાનું પાકીટ અને મોબાઈલ રાખી પોતે મૃત દર્શાવવા પ્રયાસ કર્યેા હતો.
પોલીસે આ હત્યા પ્રકરણમાં હસમુખ સાથે રહેલા શાપરમાં રહેતા બાળ આરોપીને તાકીદે ઝડપી લીધો હતો પોલીસે તેની પૂછતાછ કરતા આ હત્યા પ્રકરણમાં ચોકાવનાં કારણ સામે આવ્યું હતું હસમુખે વીમા પોલિસી માટે મિત્રની હત્યા કરી બાદમાં પોતાને મૃત દેખાડવા આ કાંડ કર્યેા હોવાનું માલુમ પડું હતું. પોલીસે સગીરની વિશેષ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, હસમુખે તેની સાથે એવી વાત કરી હતી કે તેમને અયોધ્યામાં રસોઈનો મોટો કોન્ટ્રાકટ મળ્યો છે જેમાં તું મારી સાથે કામે આવ તને મહિને ૨૫ થી ૩૦ હજાર પિયાની રકમ મળશે આમ કહી તે તેને સાથે લઈ ગયા હોવાનું સગીરે કહ્યું હતું. જો કે હત્યા સમયે સગીર ત્યાં હાજર હોવા છતાં તેણે હસમુખનો સાથ કેમ આપ્યો અથવા તો આ બાબતે બાદમાં પોલીસને કેમ જાણ ન કરી સહિતના પ્રશ્નો અંગે હજુ સગીર કોઈ સ્પષ્ટ્ર જવાબ આપી રહ્યો નથી.
બીજી તરફ આ હત્યા પ્રકરણનો માસ્ટર હસમુખ બનાવને અંજામ આપી ફરાર થઈ ગયો હોય પોલીસે તેને ઝડપી લેવા અલગ અલગ દિશાઓમાં તપાસ શ કરી છે. આરોપીનું છેલ્લું લોકેશન સોમનાથ તરફ મળ્યું હોય પોલીસની એક ટીમે તપાસ કરી હતી પરંતુ હજુ સુધી હસમુખના કોઈ સગડ મળ્યા નથી. હસમુખના ઝડપાયા બાદ જ તેણે તેના મિત્ર સંદીપ ગોસાઈની હત્યા ખરેખર વીમો પકવવા માટે કરી કે અન્ય કોઈ કારણ છે? સહિતના સવાલોના જવાબ મળશે. હાલ પોલીસની અલગ અલગ ટીમ હસમુખ ધાનજાને ઝડપી લેવા તપાસ ચલાવી રહી છે. સમગ્ર હત્યા અંગે વિશેષ તપાસ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech