સિવિલ એરક્રાટ સાથે સંકળાયેલા મોટાભાગના અકસ્માતો લેન્ડિંગ દરમિયાન થાય છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના (આઈએટીએ) જણાવ્યા અનુસાર ૨૦૦૫થી ૨૦૨૩ વચ્ચે લેન્ડિંગ દરમિયાન ૫૩% અકસ્માતો થયા હતા. લેન્ડિંગ એ એક જટિલ પ્રક્રિયા છે, જેમાં પાઈલોટને ઈન્સ્ટ્રુમેન્ટ, રેડિયો ટ્રાફિક અને પર્યાવરણીય અસરો પર ચાંપતી નજર રાખવાની હોય છે. આ ઉપરાંત ટેકઓફ દરમિયાન થતા હવાઈ અકસ્માતો બીજા સ્થાને છે. તે માત્ર ૮.૫% અકસ્માતો માટે જવાબદાર છે.
લેન્ડિંગ અને ટેકઓફ પછી પ્રારંભિક ટેકઓફ (યારે એરક્રાટ સપાટી પરથી બહાર નીકળે છે) અને ક્રુઝ લાઇટ (એક તબક્કો જે એરક્રાટ ટેકઓફ પછી બહાર નીકળે છે ત્યારે શ થાય છે) દરમિયાન દુર્ઘટના થાય છે. જો કે, હવે હવાઇ ઉડાન સલામત છે. ઉદાહરણ તરીકે, ૨૦૨૨માં ૨.૭૭ કરોડ લાઇટસમાં ૩૯ અકસ્માતો થયા જેમાં ૧૫૮ લોકોએ જીવ ગુમાવ્યા.
વૈશ્વિક હવાઈ ટ્રાફિક દર વર્ષે વધતો જાય છે. બીજી બાજુ, અમેરિકા પાસે ઉચ્ચ–ગુણવત્તા ઘરાવતું ઈન્ફ્રાસ્ટ્રકચર છે, છતાં પણ આ દેશ વિશ્વભરમાં સૌથી વધુ સિવિલ એરક્રાટ દુર્ઘટના અંગેના રિપોર્ટ કરે છે. સ્ટેટિસ્ટાના અનુસાર, ૧૯૪૫થી ફેબ્રુઆરી ૨૦૨૨સુધીમાં અમેરિકામાં સૌથી વધુ એટલે કે ૮૬૪ જીવલેણ વિમાન અકસ્માતો થયા. ત્યાર બાદ રશિયામાં ૫૩૯, કેનેડામાં ૧૯૧ અને બ્રાઝિલમાં ૧૯૦ અકસ્માતો થયા. તાજેતરના તકનીકી વિકાસ અને ડિઝાઇનોએ એરક્રાટ સલામતીમાં વધારો કર્યેા છે. માનવીય ભૂલોને મર્યાદિત કરવા આધુનિક કાચની કોકપિટ નવી ટેકનોલોજીથી સ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech