પોરબંદરની ઓદ્યોગિક વસાહતોમાં મોટાભાગની સ્ટ્રીટલાઈટો બંધ

  • August 30, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની ઓદ્યોગિક વસાહતોમાં મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ છે,તેથી જી.આઈ.ડી.સી ઇન્ડસ્ટ્રીઅલ વેલ્ફરે એસોએ તંત્રને રજુઆત કરી છે.
પોરબંદર જી.આઈ.ડી.સી ઇન્ડસ્ટ્રીઅલ વેલ્ફરે એસોસિએશનના મંત્રી ધી‚ભાઈ કક્કડે રાજકોટ જી.આઈ.ડી.સી કાર્યપાલક ઈજનેરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,પોરબંદર ઓદ્યોગિક વસાહતમાં હાલ ખુબ જ વરસાદ પડેલ છે, સ્ટ્રીટલાઈટ રીપેરીંગ કરવી જ‚રી છે,આપની કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી મરામત અંગે જણાવેલ છે,જેને લીધે પ્રક્રિયામાં વાર લાગી છે અને હાલ વરસાદી માહોલ વચ્ચે ઉદ્યોગકારો અને રહીસોને હેરાનગતિનો સામનો કરવો પડયો છે અંધારપટ હોવાથી મજુરો તેમજ માલિકો પાણી ભરેલું હોય તેવા વિસ્તારમાં જઈ સકતા નથી અને અકસ્માત થયાનો ભય રહે છે તો હાલ આ આપતિજનક સમયમાં તાત્કાલિક નિર્ણય લઈ એસોસીએસનને કામ કરવાની મંજુરી આપવા વિનંતી છે,જેથી તાત્કાલિક કામ ચાલુ કરાવી અને ઉદ્યોગકારોને પડતી તકલીફમાં રાહત આપી શકાય આમ આ વિસ્તારમાં હાલ જીવજંતુ વધુ પ્રમાણમાં નીકળતા હોય છે અને વહીવટ તંત્ર તરફથી પણ સાવચેતીના પગલા લેવા જાહેર સુચન થયેલ હોય લાઈટ ચાલુ કરવી જ‚રી છે,આ અંગે કોઈ મોટી સમસ્યા સર્જાશે તો તે અંગેની કોઈ જવાબદારી એસોસીએસનની રહેશે નહિ જવાબદાર અધિકારીની રહેશે તેમ જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application