સાઉદીમાં મૃતકોમાં મોટા ભાગના પાસે હજની પરમિટ જ ન હતી

  • June 21, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મક્કામાં ઓણ સાલ ભીષણ ગરમી પડી રહી છે અને હજ માટે ગયેલા હાજીઓના મોત્ન્સ અહેવાલો સામે આવી રહ્યા છે. સાઉદીમાં આ વર્ષે 18 લાખ લોકો હજ કરવા આવ્યા હતા. પરંતુ તેમાંથી 1000 થી વધુ લોકોના મોત થયા છે જેમાં 90 ભારતીયો પણ સામેલ છે. મક્કામાં કાળઝાળ ગરમીને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જો કે હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના એવા હતા જેમની પાસે હજ પરમિટ ન હતી.

મક્કા સતત ભીષણ ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. અહીં તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું છે, જેના કારણે હજારો લોકો હીટસ્ટ્રોકની સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ ઇજિપ્તમાંથી થયા છે. ઘણા દેશોના અધિકારીઓએ હવે પુષ્ટિ કરી છે કે હજ દરમિયાન મૃત્યુ પામેલા મોટાભાગના લોકો એવા હતા જેઓ હજયાત્રાના મહિનાઓ પહેલા પ્રવાસી વિઝા અથવા વિઝિટ વિઝા દ્વારા સાઉદી અરેબિયા આવ્યા હતા.આ લોકો મક્કામાં રહ્યા અને યોગ્ય પરવાનગી વિના હજ કરી. ટ્યુનિશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે મૃત્યુ પામેલા તેના મોટાભાગના નાગરિકો પર્યટન, મુલાકાત અથવા ઉમરાહ વિઝા દ્વારા સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. તેની પાસે સત્તાવાર હજ પરમિટ ન હતી. તેઓ આવાસ, ખોરાક અથવા પરિવહન જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડતા કોઈપણ સંગઠિત જૂથ સાથે સંકળાયેલા ન હતા. એ જ રીતે, જોર્ડનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે માયર્િ ગયેલા અથવા ગુમ થયેલા તમામ જોર્ડન અધિકૃત હજ પ્રતિનિધિમંડળનો ભાગ નથી.

ભારે ગરમીમાં લાંબા અંતર સુધી ચાલવું પડ્યું
જોર્ડને વધુમાં કહ્યું, ’તેઓ ઔપચારિક હજ અધિકૃતતા પ્રક્રિયાને બાયપાસ કરીને પ્રવાસી અથવા વિઝિટ વિઝા પર સાઉદી અરેબિયામાં પ્રવેશ્યા હતા.’ આ વર્ષે હજ દરમિયાન મક્કામાં ભારે ગરમી હતી, જેના કારણે પરમીટ વગરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સત્તાવાર યાત્રાળુઓને અનેક પ્રકારની સહાય મળે છે. પરંતુ આ લોકોને કોઈ સહાય મળી ન હતી.

51.8 ડિગ્રીએ પહોંચેલું તાપમાન જીવલેણ બન્યું
મૃત્યુ પામેલાઓમાં મોટી સંખ્યામાં વૃદ્ધો છે. આશ્રય અને ખોરાકના અભાવે થાક અને અન્ય ગરમી સંબંધિત બીમારીઓનું જોખમ વધાર્યું છે.આ સપ્તાહમાં મક્કામાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ વર્ષે 18 લાખ લોકો હજ માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. અહેવાલો અનુસાર, મૃત્યુ પામેલા 600 લોકો ઇજિપ્તના હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application