ગયા શનિવાર અને રવિવારે રાજકોટ જસદણ આટકોટ ગોંડલ સહિત અનેક સ્થળોએ ધુમ્મસ જોવા મળ્યું હતું અને આજે પણ સવારે રાજકોટ અનેક જગ્યાએ ધુમ્મસ છવાયું હતું. ચોમાસાની સીઝન વિદાય લઈ ચૂકી છે અને હવે શિયાળાની એન્ટ્રી થવાની છે. ઋતુ પરિવર્તનના એંધાણ સમાન વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. જોકે આ વાતાવરણ ધીમે ધીમે બદલાશે અને શિયાળાની સિઝન શરૂ થવામાં હજુ વાર છે.
જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું હોય છે અને ત્યાર પછી હિમવષર્િ તથા વરસાદ શરૂ થતો હોય છે. ઉત્તર દિશામાંથી પવન ફુકાવાનું શરૂ થયા પછી વાતાવરણ સૂકું બની જતું હોય છે અને ઠંડીની સિઝન શરૂ થતી હોય છે. કાશ્મીરમાં ગઈકાલે આવું એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ ચાલુ સિઝનમાં પ્રથમ વખત જોવા મળ્યું છે અને તેના કારણે આજે જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અનેક જગ્યાએ હળવી હિમવષર્િ અને વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર જોવા મળશે અને જમ્મુ તથા કાશ્મીરમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની સાથોસાથ અમુક વિસ્તારોમાં હીમ વષર્નિી પણ ચેતવણી આપવામાં આવી છે.
વરસાદ ગાયબ થયા પછી ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો હતો અને સમગ્ર રાજ્યમાં ક્યાંય 35 ડિગ્રી થી વધુ તાપમાન ન હતું. પરંતુ ગઈકાલથી ફરી મહત્તમ તાપમાનમાં વધારો શરૂ થયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 36.3 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં 35.9 રાજકોટમાં 35.3 ડિગ્રી મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે વધુ રહેવા પામે છે અને તેના કારણે ધુમ્મસ પણ અનેક જગ્યાએ જોવા મળ્યું છે. આજે સવારે રાજકોટમાં 83 નલિયામાં 86 ભુજ -કંડલામાં 83 અમરેલીમાં 74 ભાવનગરમાં 73 દ્વારકામાં 85 ઓખામાં 86 પોરબંદરમાં 84 અને વેરાવળમાં 86% ભેજ આજે સવારે નોંધાયો હતો.
બે દિવસ સમગ્ર રાજ્યમાં ક્યાંય વરસાદનો છાંટો પડ્યો ન હતો. પરંતુ રવિવારે જુનાગઢ જિલ્લાના કેશોદ, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, વલસાડ જિલ્લાના કપરાડા- પારડી, નવસારી જિલ્લાના ખેરગામ જલાલપુર અને ડાંગ જિલ્લાના આહવામાં સામાન્ય ઝાપટાં પડ્યા છે.
દેશના મોટાભાગના રાજ્યોમાંથી અને તેમાં પણ ખાસ કરીને નોર્થ ઈસ્ટ તથા સેન્ટ્રલ ઇન્ડિયામાં ચોમાસુ પાછું ખેંચાઈ ગયું છે. પરંતુ આજે સવારે બંગાળની ખાડીના સાઉથવેસ્ટ હિસ્સામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને તેના કારણે તામિલનાડુ કેરલા અને પોંડીચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech