જામનગર શહેરમાં ૨૦૨૧માં તા.૫ એપ્રિલના રોજ મહત્તમ તાપમાન ૩૯.૫ રહ્યું હતું, આજે ફરીથી એ જ દિવસ આવ્યો છે, છેલ્લા બે દિવસથી જામનગરનું આ સિઝનનું રેકોડબ્રેક તાપમાન ૩૯.૫ ડીગ્રી રહે છે ત્યારે બપોરના ભાગમાં આકરો તાપ જોવા મળે છે, જો કે સવાર અને સાંજ ઠંડો પવન હોવાથી લોકોને રાહત પણ મળે છે, તા.૯ સુધી હવામાન સુુકુ રહેશે, કેટલાક શહેરોમાં તિવ્ર લૂ વરસશે ત્યારે વહિવટી તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે અને લોકોને અપીલ કરી છે કે હીટવેવથી બચવા ગરમીમાં બહાર જાવાનું ટાળવું જોઇએ.
એટલું જ નહીં માથુ દુ:ખવુ, બેચેની, ચકકર આવવા, ઉબકા આવવા છેલ્લા બે દિવસથી તાપમાન ૩૯.૫ ડીગ્રીએ સ્થિર રહ્યું છે ત્યારે વધુ ગરમી પડવાની શકયતા છે અને તંત્ર પણ જાણે કે એકશન મોડમાં આવી ગયું છે, આજે સવારે ઝાકળભર્યા વાતાવરણમાં ઠંડક જોવા મળતાં વોકીંગ કરનારાઓને પણ રાહત થઇ હતી, ગઇકાલે રાત્રે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને પવન ફુંકાયો હતો, જો કે બપોરના ૧૧ થી ૫ દરમ્યાન આકરી રહે છે, ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રકારની ગરમી જોવા મળતા લોકોના કહેવા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધુ જોવા મળશે.
આકરા તાપને કારણે જામનગર સુધી ખરીદી માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી છે, બપોરે ૧૨ થી ૪ દરમ્યાન એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઓછી થઇ ગઇ છે. આગામી દિવસોમાં તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી જશે અને કેટલાક ગામોમાં સહી ન શકાય તેવો તાપ પડશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે રવિવાર સુધી લોકોને ગરમીથી પરેશાન થવું પડશે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શરૂઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. આગામી દિવસોમાં ફરીથી ગરમીનો દૌર શરૂ થશે અને ગામડાઓમાં પણ આકરો તાપ શરૂ થઇ ચૂકયું છે, આજે મોટાભાગના ગામડાઓમાં તાપમાન ૩૯ ડીગ્રીએ પહોંચી ગયું છે.
- અસહ્ય ગરમી પડે ત્યારે શરીરના માથા ઉપર ભીનુ કપડુ ઢાકીને રાખવું.
- દિવસમાં સતત પાણી પીતા રહેવું અને લીંબુ શરબત પણ પીવો જોઇએ.
- ગરમી વધુ જણાય તેમજ ઉબકા, ઉલ્ટી, બેચેની ચકકર આવે કે એવા લક્ષણો જણાય તો તાત્કાલીક નજીકના ખાનગી કે સરકારી દવાખાનામાં સારવાર લેવી.
- શરીરમાંથી પાણી ઘટાડે તેવા ચા, કોફી, સોફટ ડ્રીંકસ, પીણા ન લેવા.
- તીખા તમતમતા અને મસાલેદાર વાનગી અને મીઠાવાળા આહારનો બને ત્યાં સુધી ઉપયોગ ટાળવો.
- લગ્નપ્રસંગ કે અન્ય પ્રસંગમાં દુધ, માવાની ચીજો ખાવાથી દુર રહેવું.
- લોકોને એ પણ અપીલ છે કે ભલે ઓછુ ખાવું પણ ઉનાળામાં ભુખ્યા ન રહેવું.