ગુજરાતના ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે અઝખ શરુ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ અઝખ શરુ કરવામાં આવ્યું છે. આ અઝખ વૃદ્ધો અને અશક્ત લાભાર્થીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ગુજરાતનું પ્રથમ અનાજ એ.ટી.એમ.લોકોને કેવી રીતે પહોંચાડી રહ્યું છે ગરીબો સુધી અનાજ તે આપણે જાણીએ.ભાવનગર જિલ્લામાં અનાજના આ એ.ટી.એમ.નો ૮૮૦૦થી વધુ લોકોએ લાભ લીધો છે. ભાવનગરમાં રહેતા સવિતાબેનને વૃદ્ધાવસ્થામાં એકલતાની સમસ્યા સતાવી રહી છે. વૃદ્ધાવસ્થા અને બીમારીને કારણે તેમને હરવા-ફરવામાં મુશ્કેલીઓ નડી રહી છે. આ સ્થિતિમાં પહેલા તે રાશન લેવા જતા ત્યારે લાંબી લાઈનના કારણે ખૂબ મુશ્કેલીઓ અનુભવતા. ક્યારેક તો સવિતાબેન રાશન લીધા વિના પાછા ફરતા. પણ હવે,અન્નપૂર્ણા અનાજ એટીએમના કારણે સવિતાબેન દર મહિને પોતાના હકનું રાશન સરળતાથી અને મફતમાં મેળવી શકે છે.
ઉર્મિલાબેને એક દાયકા પહેલા તેમના પતિને ગુમાવ્યા હતા. પતિના અવસાન બાદ ગુજરાન ચલાવવા માટે તે નાના-મોટા ઘરકામ કરે છે. પરંતુ રાશન વિતરણ વખતે લાંબી લાઈનોના કારણે તેમનો સમય બગડતો અને કામે જઈ શકતા ન હતા. પણ હવે, ફક્ત પોતાની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી દર મહિને ૫ કિલો ચોખા અને ૫ કિલો ઘઉં અનાજ એટીએમથી સહેલાઈથી પ્રાપ્ત કરે છે. આ ગ્રેઈન એ.ટી.એમ.નો આજ સુધીમાં ૮૮૦૦થી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે.આ પ્રોજેક્ટના અમલના પગલે સમયની બચત થઈ રહી છે અને જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતામાં વૃદ્ધિ થઈ છે.
આ અંગે ભાવનગર જિલ્લા પુરવઠા અધિકારી ચેતનકુમાર એમ. પ્રજાપતિએ જણાવ્યું હતુ કે નાગરિક સેવા સુધી ન પહોંચી શકે તો સેવાને નાગરિક સુધી પહોંચાડવાનો ધ્યેયમંત્ર સાથે કાર્યરત ગુજરાત સરકાર ટેક્નોલોજીના માધ્યમથી સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન આણવાનો પ્રયાસ કરી રહી છે.આ સુશાસનની અનુભૂતિ ગરીબોના ચહેરા પર વર્તાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech