ટેકાના ભાવે મગફળી વેંચવા માટે અઠવાડીયામાં દરરોજ 50-50 મેસેજ ખેડુતોને કરાય છે: કુલ 7500 ખેડુતોને બોલાવવા નિર્ણય: આખી રાત વાહનચાલકો માલ ભરી ઉજાગરા કરી રહ્યા છે: 600 ટોકન અપાયા બાદ હવે સપ્તાહ બાદ બીજા ટોકન અપાશે
હાપા માર્કેટ યાર્ડ બહાર ફરી એક વખત 600થી વધુ વાહનોનો ખડકલો થઇ ગયો છે અને નવા ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું છે, આ તમામ મગફળીનો જથ્થો ઠલવાઇ ગયા બાદ એક સપ્તાહ પછી નવા ટોકન આપવાનું શ થશે તેમ યાર્ડના સેક્રેટરી હીતેશભાઇ પટેલે આજે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ગઇકાલથી જ હાપા યાર્ડની બહાર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી, રાત આખી આ વાહનો કતારમાં ઉભા રહ્યા હતાં, સવારથી જથ્થો ઠાલવવાનું શ થયું હતું જે વાહનો આવ્યા છે તેના માટે 600 ટોકન આપવામાં આવ્યા બાદ નવા ટોકન આપવાનું બંધ કરાયું છે, આ જથ્થો ઠાલવવામાં લગભગ એકાદ સપ્તાહનો સમય લાગશે અને આ પછી નવા ટોકન આપવાનું શ થશે.
આ પહેલાના અહેવાલ મુજબ હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ખુબ આવક થયા બાદ અઠવાડીયા સુધી મગફળી યાર્ડમાં ન લાવવા ખેડુતોને સુચના આપવામાં આવી છે ત્યારે સરકાર ા.1356ના ભાવે મગફળી ખરીદી રહી છે, અત્યાર સુધીમાં 251 ખેડુતોને મગફળી ખરીદવા માટે એસએમએસ કરવામાં આવ્યા છે જેમાં 95 ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેંચી હતી.
જામનગર નજીક આવેલા હાપા માર્કેટીંગ યાર્ડમાં બે દિવસ મોડી એટલે કે લગભગ તા.14થી ા.1356ના ભાવે મગફળી ખરીદવા સરકારે જાહેર કયર્િ બાદ લગભગ 7500 લોકોને બોલાવવાનું નકકી કરવામાં આવ્યું છે, યાર્ડના સંચાલકો દ્વારા દરરોજ 50-50 ખેડુતોને એસએમએસથી જાણ કરવામાં આવે છે, ગઇકાલ સાંજ સુધીમાં 251 ખેડુતોને જાણ કરાઇ હતી જેમાંથી 55 ખેડુતો મગફળી વેંચવા આવ્યા હતાં.
હાલમાં મગફળીના ભાવ ા.900 થી 1150 ચાલી રહ્યા હોવાનું જાણવા મળે છે. મગફળી જીણીના બજારમાં ા.1100 થી 1505 અને મગફળી જાડી ા.1000 થી 1125ના ભાવ જોવા મળ્યા છે, ઉપરાંત જુવાર ા.450 થી 760, બાજરો ા.320 થી 540ના ભાવ બોલાઇ રહ્યા છે.
લસણના ભાવોમાં પણ વધ-ઘટ થયા કરે છે, બે દિવસ પહેલા લસણના ભાવો ા.6000ને પાર કરી ગયા હતાં, હાલમાં 4090 થી 5245 જેટલા લસણના ભાવો બોલાય છે, એવી વિગત જાણવા મળી છે કે, જે ખેડુતને એસએમએસ કરીને જાણ કરવામાં આવે છે ત્યારે ખેડુતો કહે છે કે, અમારે હજુ મગફળી તૈયાર થઇ નથી, એટલે અમને થોડો સમય આપો જેને કારણે 251 ખેડુતોમાંથી માત્ર 95 ખેડુતો ટેકાના ભાવે મગફળીનું વેંચાણ કરવા માટે આવ્યા છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં આ વખતે લસણની આવક છે છતાં પણ સા લસણ મોંઘુ છે, ઉપરાંત મગફળી નંબર 66 ખરીદવા માટે તામીલનાડુથી વેપારીઓ આવે છે, જેને કારણે આ પ્રકારની મગફળીના ભાવ ઉંચકાય છે. જો કે સરકાર તરફથી ટેકાના ભાવમાં ા.1356 ખેડુતોને આપવામાં આવે છે જે ખેડુતો માટે તો લાભદાયક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત
January 08, 2025 11:18 PMઆંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેતા સમયે નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
January 08, 2025 10:55 PMસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech