કલેકટરના ટવિટર એકાઉન્ટના ૫૦,૦૦૦થી વધુ ફોલોઅર્સ: રાજ્યમાં બીજું સ્થાન

  • January 25, 2024 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને તેને લોકોમાંથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ જિલ્લા કલેકટરના ટીટર એકાઉન્ટના ૫૦,૦૦૦ થી વધુ ફોલોઅર્સ છે.આ બાબતે જિલ્લા કલેકટરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં ૧૦,૦૦૦ જેટલા ફોલોઅર્સ વધી ગયા છે.

સમગ્ર રાયમાં સૌથી વધુ ફોલોઅર્સ અમદાવાદ જિલ્લા કલેકટરના છે અને ત્યાર પછી બીજા ક્રમે રાજકોટ કલેકટર નું ટીટર એકાઉન્ટ આવે છે.પ્રભવ જોષી એ વધુમાં જણાવ્યું હતું કે ૮૦૦૦ જેટલી ટવીટ મળી છે અને તેમાંથી લોકો ઘણા સુચનો પણ કરે છે અને તે તંત્રને પણ ઉપયોગી થાય છે.છ વર્ષ પહેલા પ્રભવ જોશી યારે રાજકોટમાં અધિક કલેકટર તરીકે ગ્રામ્ય વિસ્તારનો હવાલો સંભાળતા હતા ત્યારે પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તે કરતા હતા. અને ઓફિસમાં બેઠા બેઠા તેમના કાર્યક્ષેત્ર હસ્તકના વિસ્તારમાં કયા ગામમાં કઈ જગ્યાએ કેટલું દબાણ થયું છે.

 કેટલી જગ્યા ખુલી છે તે સહિતની તમામ બાબતો ઓફિસમાં બેઠા બેઠા ઓનલાઈન જોઈ શકતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application