રાયમાં જન્માષ્ટ્રમી પર્વ પર પાંચ દિવસ પડેલા અનરાધાર વરસાદે રાજકોટ જિલ્લ ાને પણ જળબંબાકાર કરી નાખ્યો હતો. બે દિવસથી વરાપ નિકાળતા રાજકોટ જિલ્લ ામાં જિલ્લ ા તત્રં દ્રારા હાથ ધરાયેલા સર્વેમાં ૪૫૦ કાચા–પાકા મકાનોને નુકસાન થયું છે. જેમાં ૩૫ મકાનો સાવ તૂટી પડયા હોય તેવી હાલત થઇ છે. સરકારી મિલકતોમાં જિલ્લ ાની ૧૩ પ્રોપર્ટીને નુકસાની પહોંચી છે. જિલ્લ ામાં ૧૦ પુલ અને કોઝવે તૂટી પડયા હતાં. વરસાદના કારણે ૩૮૪ પરિવારને ઘરવખરી તણાઇ ગઇ હતી અને ત્રણ તળાવ પણ તોફાની વરસાદમાં નુકસાન પામ્યાનો પ્રાથમિક સર્વે પણ આવ્યો હોવાનું જાણવા મળે છે. જે આધારે હવે રોકડ સહાય તેમજ કેશડોલ્સ ચૂકવવા માટે તત્રં દ્રારા કામગીરી હાથમાં લેવાશે.
રાજકોટ જિલ્લ ામાં જે તે તાલુકા મથકોના જવાબદાર અધિકારીઓને તેમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો તૈયાર કરીને સર્વે માટે જયાં વધુ નુકસાની થઇ હોય તેવા ગામો અને તાલુકાવાઇઝ મોકલવામાં આવી હતી. છેલ્લ ા બે દિવસથી ચાલી રહેલા સર્વેમાં જિલ્લ ા તંત્રને રિપોર્ટ મળ્યો છે જેમાં ૩૭૭ કાચા મકાનોને વધતું–ઓછું નુકસાન થયું છે. ૩૩ કાચા મકાન સાવ પડી ગયા જેવી હાલત થઇ છે. આમ રાજકોટ જિલ્લ ામાં ૪૧૦ કાચા મકાનને વરસાદથી નુકસાની પહોંચી છે. જયારે પાકા મકાનોમાં ૩૩ને થોડું અને બે મકાનને વધુ પડતું નુકસાન પહોંચ્યું છે. રહેણાકોની સાથે સંકળાયેલા ૧૦ જેટલા શેડ તૂટી પડયા છે.
ભારે વરસાદથી મકાનોમાં પાણી ઘૂસી ગયા હોવાથી આવા ૩૮૪ ઘરોમાં ઘર વખરી પલળીને સાવ ધોવાઇ ગઇ કે નુકસાન પામી હતી. ૩૮૪ પરિવારને ઘરવખરીની સહાય ચૂકવવી પડે તેવું સર્વેમાં બહાર આવ્યું છે. ત્રણ તળાવને નુકસાન પહોંચ્યું છે. વરસાદ દરમિયાન ૧૦૨૪ વ્યકિતઓને સ્થળાંતરિત કરાયા હતા. ચાર વ્યકિતના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાના અને બેને ઈજા પહોંચી હતી. સર્વે રિપોર્ટ બાદ હવે સહાય ચૂકવવાની કામગીરી હાથ પર લેવામાં આવશે
જિલ્લામાં વરસાદમાં ૮૭ પશુ અને ૬૦ મરઘાના મૃત્યુ થયા
વરસાદમાં કોઈ માનવ જિંદગીનું મૃત્યુ ન થાય તે માટે તત્રં દ્રારા સતર્કતા દાખવાઈ હતી. આમ છતાં ચાર વ્યકિતઓએ જીવ ગુમાવ્યો હતો. વરાપ નીકળતા હાથ ધરાયેલા સર્વેમાં નુકસાનીના આકં બહાર આવી રહ્યા છે. પશુઓના મોત બાબતે સર્વેમાં રાજકોટ જિલ્લ ાના અલગ અલગ ગામોમાં ૮૭ જેટલા ગાય–ભેસ, નાના–મોટા પશુના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. જયારે ૬૦ મરઘાઓ પણ પાણીમાં તણાઈ જતાં મૃત્યુ પામ્યા હતા. આ સર્વે સત્તાવાર રીતે મૃત્યુઆંકનો છે. બાકી પશુ–પંખીના મોતનો આંકડો કદાચિત વધુ હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech