અમેરિકા દુનિયાનો સૌથી ધનિક દેશ હોવા છતાં ત્યાંના ઓછી આવક ધરાવતા લોકોને મોંઘવારી સતાવી રહી છે. ઘણા લોકો બે ટંક પેટ ભરીને ખાઈ શકતા નથી અને એક ટાઈમ ભૂખ્યા રહે છે. ગ્રોસરીના ભાવ સતત વધતા જાય છે ત્યારે લોકોની આવકમાં એટલો વધારો નથી થયો. ફૂડ, વીજળી અને ભાડા પાછળ લોકોની આવક જતી રહે છે.એક સરવે પ્રમાણે 25 ટકાથી વધુ અમેરિકનોને ત્રણેય ટંક પેટ ભરીને ખાવાનો ખર્ચ પોસાતો નથી તેથી લોકો ભૂખ્યા રહે છે અને દરરોજ એક ટાઈમ ખાવાનું ટાળે છે. ભારતની જેમ અમેરિકામાં પણ કરિયાણાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને દર ચારમાંથી એક અમેરિકનને આ ભાવ પોસાતા નથી.
33 ટકાથી વધુ અમેરિકનોએ કહ્યું કે ગ્રોસરી નથી પોસાતી
અમેરિકા માટે આ અત્યાર સુધીનો સૌથી આંચકાજનક રિપોર્ટ ગણવામાં આવે છે. એક સરવેમાં 80 ટકા જેટલા અમેરિકનોએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં ગ્રોસરીનો ખર્ચ ઘણો વધી ગયો છે. મોટા ભાગના કહે છે કે ગ્રોસરીના ભાવ તેમની પહોંચની બહાર જતા રહ્યા છે. આ કારણથી ઘણા લોકો એક ટંક ભૂખ્યા પણ રહે છે. 33 ટકાથી વધુ અમેરિકનોએ કહ્યું કે તેમની માસિક આવકનો 60 ટકાથી વધુ હિસ્સો ફૂડ, વીજળી અને ઘરના ભાડામાં જતો રહે છે. આ બધા ફરજિયાત ખર્ચ છે અને તેમાં કાપ મૂકવાનું શક્ય નથી.ક્ધઝ્યુમર ફાઈનાન્શિયલ એડવોકેટ કોર્ટની એલેવે કહ્યું કે અમેરિકામાં હવે ફૂડ સિક્યોરિટી બહુ મોટો પ્રશ્ન બની ગયો છે અને લાખો-કરોડો અમેરિકનો પાસે પૂરતું ભોજન નથી અથવા તો તેમને હેલ્થી ફૂડ ખાવું પોસાય તેમ નથી. ફૂડ પ્રોડક્ટ અને અનાજના ભાવમાં એટલો બધો વધારો થયો છે કે લોકો મુશ્કેલીમાં છે. ખાસ કરીને જેમની ઓછી આવક છે અને જેમણે પરિવાર ચલાવવો છે તે લોકોનની આવી હાલત છે. હમણાં ફૂડના ફુગાવામાં થોડો ઘટાડો થયો છે છતાં બીજી બધી ચીજોના ભાવ વધી રહ્યા છે. જેમ કે ભાડું અને પેટ્રોલનો ખર્ચ વધી ગયો છે તેથી લોકો નાણાકીય રીતે મુશ્કેલીમાં છે.
કોવિડ પછી ગ્રોસરીના ભાવમાં 25 ટકાનો વધારો
કોવિડ આવ્યો ત્યાર પછી આખી દુનિયામાં ચીજ વસ્તુઓ મોંઘી થઈ છે જેમાંથી અમેરિકા પણ બાકાત નથી. અમેરિકામાં કોવિડ પછી ગ્રોસરીના ભાવમાં સરેરાશ 25 ટકાનો વધારો થયો છે. એપ્રિલ 2024માં કરિયાણાના ભાવમાં સહેજ ઘટાડો થયો હતો. પરંતુ હજુ પણ તે ઉંચા લેવલ પર જ છે. આ સરવેમાં ભાગ લેનારા 44 ટકા અમેરિકનોએ કહ્યું કે તેઓ ફાઈનાન્શિયલ રીતે અનસ્ટેબલ છે. જે અમેરિકન ફેમિલીની વાર્ષિક આવક 50 હજાર ડોલર કરતા ઓછી છે તેમની હાલત વધુ ખરાબે છે.
અમેરિકનો ભારતીયોની જેમ દેવું કરવા લાગ્યા
ભારતમાં જે રીતે લોકોની આવક કરતા જાવક વધી જાય અને જરૂરી ખર્ચ કરવા પણ ન પોસાય ત્યારે લોકો દેવું કરતા હોય છે. અમેરિકામાં પણ લોકો દેવું વધારી રહ્યા છે અને આ સરવેમાં જાણવા મળ્યું કે 55 ટકા લોકો દેવું કરી રહ્યા છે. 80 ટકા લોકોએ કહ્યું કે તેમને સૌથી વધુ ચિંતા ગ્રોસરીના ભાવની છે. ત્યાર પછી પેટ્રોલ, મકાનનું ભાડું અથવા લોનના હપતા અને વીજળીના બિલની ચિંતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech