કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ મંગળવારે ડેટા જાહેર કરતા કહ્યું કે, જૂન ૨૦૨૪ દરમિયાન ૧૯.૨૯ લાખ સભ્યો તેમાં જોડાયા છે. તેમાંથી ૧૦.૨૫ લાખ નવા સભ્યો છે. વાર્ષિક ધોરણે જૂન ૨૦૨૩ની સરખામણીમાં ઈપીએફઓ સભ્યોના આંકડામાં ૭.૮૬ ટકાનો વધારો થયો છે. ઈપીએફઓએ જણાવ્યું હતું કે, રોજગારની તકોમાં વધારો, કર્મચારીઓને મળતા લાભો અને ઈપીએફઓ યોજનાઓ અંગે જાગૃતિને કારણે આ આંકડો વધી રહ્યો છે.
ઈપીએફઓ ડેટા દર્શાવે છે કે, જૂન ૨૦૨૪ દરમિયાન લગભગ ૧૦.૨૫ લાખ નવા સભ્યો નોંધાયા છે. મે ૨૦૨૪ની સરખામણીમાં નવા સભ્યોની સંખ્યામાં ૪.૦૮ ટકાનો વધારો થયો છે. ઉપરાંત, જૂન ૨૦૨૩ની સરખામણીમાં તેમાં ૧.૦૫ ટકાનો વધારો થયો છે. નવા સભ્યોમાં ૧૮–૨૫ વયજૂથના સભ્યોની સંખ્યા કુલ સભ્યોના ૫૯.૧૪ ટકા છે. આ દર્શાવે છે કે, યુવાનોને રોજગારી વધી રહી છે. જેમાં તેમની પ્રથમ નોકરી કરતા યુવાનોનો પણ મોટી સંખ્યામાં સમાવેશ થાય છે.
પેરોલ ડેટા દર્શાવે છે કે લગભગ ૧૪.૧૫ લાખ સભ્યોએ છોડી દીધું અને ફરીથી ઈપીએફઓમાં જોડાયા છે. આ આંકડો જૂન ૨૦૨૩ની સરખામણીમાં ૧૧.૭૯ ટકાનો વાર્ષિક વધારો દર્શાવે છે. આ સભ્યોએ તેમની નોકરી બદલી અને ઈપીએફઓના કાર્યક્ષેત્ર હેઠળની સંસ્થાઓમાં ફરી જોડાયા છે. તેણે રકમ ઉપાડવાને બદલે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધું. આનાથી તેની સામાજિક સુરક્ષા જળવાઈ રહી છે.
ઈપીએફઓ મુજબ, નવા સભ્યોમાંથી લગભગ ૨.૯૮ લાખ મહિલા સભ્યો છે. જૂન ૨૦૨૩ની સરખામણીમાં આ આંકડો ૫.૮૮ ટકા વધ્યો છે. જૂન, ૨૦૨૪માં કુલ ૪.૨૮ લાખ મહિલા સભ્યો જોડાયા છે. જૂન ૨૦૨૩ની સરખામણીમાં આ આંકડો પણ ૮.૯૧ ટકા વધ્યો છે. મહારાષ્ટ્ર્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને હરિયાણામાં સૌથી વધુ સભ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech