વિદેશ જવાનો મોહ એક એવો મોહ છે જે અનેક પડકારો, સમસ્યાઓ સામે આવવા છતાં લોકોને છૂટતો નથી. તેના માટે ગમે તે કરી છૂટે છે. પછી એવી મુશ્કેલીઓમાં મૂકાઈ જાય કે જેમાંથી બહાર નીકળતા દમ નીકળી જતો હોય છે. વળી પાછો એક એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આખે આખું પ્લેન ભાડે કરીને ભારતીયોને અમેરિકામાં ઘૂસાડવાનું એક મોટું ષડયત્રં સામે આવ્યું છે. રિપોટર્સ મુજબ દુબઈથી આ પ્લેને ઉડાન ભરી હતી અને કેરેબિયન દેશ જમૈકા પહોંચ્યું હતું.
આ પ્લેનમાં ૨૫૩ લોકો સવાર હતા જેમાંથી ૧૫૦થી વધુ ભારતીયો હતા અને તેમાં પણ ગુજરાતીઓ અને પંજાબીઓ વધુ હતા. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પણ નાગરિકો હતા. આ ઘટના જો કે લગભગ ૬ દિવસ પહેલાની છે. મળતી માહિતી મુજબ જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ પર ૨ મેના રોજ એક લાઈટ લેન્ડ થઈ હતી. એરપોર્ટ પરના અધિકારીઓને પૂછપરછ દરમિયાન તેમના પર શંકા ગઈ હતી. જમૈકાના સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં ઈમિગ્રેશન અધિકારીએ એવું જણાવ્યું હતું કે જમૈકા આવવાનો તેમનો હેતુ ત્યાં પાંચ દિવસ રહેવાનો હતો પરંતુ તેમની પાસે તો ફકત એક જ દિવસ ત્યાં રોકાવાનો ટ્રાવેલ પ્રોગ્રામ હતો. આ લોકોને હોટલમાં નજરકેદ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ એવું કહેવાય છે કે તમામ પેસેન્જરો અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ ભારતીયોને લઈને આ લાઈટ દુબઈથી રવાના થઈ હતી અને ઈજિના કેરોમાં પણ ઉતરણ કયુ હતું. આ લાઈટમાં ભારતીયો ઉપરાંત ત્યાંથી ઉઝબેકિસ્તાનના નાગરિકો પણ બેઠા હતા. તમામને લઈને લાઈટ કેરેબિયન ટાપુ જમૈકા પહોંચી યાં ગડબડી સામે આવી. લાઈટ જર્મન કંપનીની છે.
મીડિયા રિપોર્ટ મુજબ એવી પણ માહિતી સામે આવી રહી છે કે વાયા વાયા અમેરિકા ઘૂસવાની ફિરાકમાં પ્લેનમાં સવાર થયેલા લોકોમાંથી મોટા ભાગના ભારતીયો અને તેમાં પણ ઘણા ગુજરાતીઓ અને તે પણ ઉત્તર ગુજરાત સાઈડના હોવાનું સામે આવ્યું છે. અમેરિકામાં આ રીતે ઘૂસવાના પ્લાનિંગમાં કેટલાક ગુજરાતીઓ એજન્ટોની પણ ભૂમિકા સામે આવી હોવાનું કહેવાય છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ૬ દિવસ સુધી આ મુસાફરોને હોટલમાં રાખી પૂછપરછ કરીને મંગળવારે પ્લેનને ટેક ઓફ માટે મંજૂરી આપી દેવાઈ. પ્લેન જો કે કયાં ગયું તેની કોઈ જાણકારી નથી.નોંધનીય છે કે આ કોઈ પહેલો કિસ્સો નથી. કારણ કે પાંચેક મહિના પહેલા ફ્રાન્સમાં પણ આ જ પ્રકારનો કિસ્સો જોવા મળ્યો હતો. ૩૦૩ ભારતીયોથી ભરેલા પ્લેનને રોકવામાં આવ્યું હતું. પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. યુલિંગ માટે રોકાતા ફ્રાન્સ ઓથોરિટીને શંકા ગઈ હતી. સમગ્ર તપાસમાં હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો. ૩૦૩માંથી ૨૭૬ લોકોને નિકારાગુઆને બદલે ભારત મોકલી દેવાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech