કેન્દ્રીય ચૂંટણી પંચના કાર્યક્રમ અંતર્ગત રાજયમાં મતદાર યાદી ખાસ સંક્ષી સુધારણા કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લ ામાં ગઈકાલે ૮ વિધાનસભાની બેઠકોના ૨૨૫૬ મતદાન બુથ પર હાથ ધરાયેલી ઝુંબેશમાં એક જ દિવસમાં મતદારોના નવા નામ ઉમેરા, આધાર લીંકઅપ, મતદાર નામ કમી, સુધારણાના ૧૦,૬૦૨ ફોર્મ ભરાયા હતા. હવેનો બીજો રાઉન્ડ આગામી શનિવાર તથા રવિવારના રોજ જે તે મતદારોના મતદાર વિસ્તારના મતદાન બુથ મથક પર યોજાશે.
રાજકોટ જિલ્લ ા ચંૂટણી તંત્રમાંથી મળતી માહિતી મુજબ મતદાર યાદી ખાસ સંક્ષી સુધારણા અભિયાન અંતર્ગત ગઈકાલે બુથવાઈઝ થયેલી કામગીરીમાં સૌથી વધુ નવા મતદારો જસદણની બેઠક પર ૭૪૭ નવા મતદારો ઉમેરાયા હતા. બીજા ક્રમે ૭૩૭ નવા મતદારો સાથે રાજકોટ ગ્રામ્યની બેઠક રહી હતી. રાજકોટ પુર્વમાં ૪૪૮, પિમમાં ૩૪૭ અને દક્ષીણમાં ૩૩૮ જયારે ગોંડલની બેઠક પર ૩૩૦, જેતપુરમાં ૫૯૨ અને ધોરાજીમાં ૪૭૨ મળી ગઈકાલે એક જ દિવસમાં રાજકોટ જિલ્લ ાની ૮ બેઠક પર ૪૦૪૫ મતદારોનો ઉમેરો થયો હતો. જયારે ૨૨૯ મતદારોએ આધાર કાર્ડ લીંકઅપ કરાવ્યા હતા.
જે મતદારો રાજકોટ જિલ્લ ામાંથી અન્યત્ર સ્થાયી થયા હોય અથવા અવસાન પામ્યા હોય તેવા મતદારોના નામ રદ કરવાના ૧૦૨૫ ફોર્મ ભરાયા હતા. જેમાં સૌથી વધુ ધોરાજીમાં ૨૦૪ મતદારોના નામ કમીના ફોર્મ આવ્યા હતા. જેતપુરમાં ૧૯૦, ગોંડલમાં ૧૭૬, જસદણમાં ૧૪૫ મળી કુલ ૧૦૨૫ નામ રદ કરવાના ફોર્મ તંત્રને મળ્યા હતા. જયારે વર્તમાન મતદારોમાં પોતાના નામ, અટક, સરનામા કે આવા કોઈ સુધારા કરવાના હોય તે માટે ફોર્મ નં.૮ ભરવાનું હોય છે. આવા અલગ અલગ સુધારા માટે તંત્રને ૫૩૦૩ ફોર્મ ગઈકાલે પ્રા થયા હતા. બુથ પર જ થયેલી આ કાર્યવાહીમાં સુધારાના સૌથી વધુ ૧૨૧૦ રાજકોટ ગ્રામ્યમાંથી આવ્યા હતા. પિમની બેઠકમાં ૭૭૮, પુર્વમાં ૬૫૪, દક્ષિણમાં ૪૫૫ જયારે જસદણની બેઠક પર ૭૨૯, ગોંડલ ૨૩૧, જેતપુરમાં ૬૪૬ અને ધોરાજીમાં ૫૯૦ મળી કુલ ૫૩૦૩ સુધારાના ફોર્મ આવ્યા હતા. હવે તા.૨૩ અને ૨૪ નવેમ્બર આગામી શનિ અને રવિવાર ફરી ૨૨૫૬ બુથ પર બીએલઓ સ્ટાફ બેસીને આ કામગીરી હાથ ધરશે.રાજકોટ જિલ્લાના ૨૨૫૬ મતદાન બુથમાં એક જ દિવસમાં આવ્યા ૧૦,૬૦૦થી વધુ ફોર્મ
વિધાનસભાની આઠ બેઠકોના બુથો પર સ્ટાફે હાજર રહી મતદાર ઉમેરા, નામ કમી, સુધારાની કાર્યવાહી હવે બીજો રાઉન્ડ આવતા શનિ, રવિવારના રોજ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech