જામનગર નજીક હાપા એલગન સોસાયટીમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગઈ રાત્રે પ્રસાદીમાં બિરીયાની આરોગ્યા બાદ ૧૦૦ થી વધુ બાળકોને ફડ પોઈઝનની અસર થતાં ભારે દોડધામ થઈ હતી, અને જુદી જુદી ૧૦૮ ની ટુકડીઓ હોસ્પિટલ તરફ દોડતી થઈ હતી. એક બાજુ જી.જી. હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ થવા માટે દર્દીઓ અને તેના સગાઓએ ભારે પડા પડી કરી હતી અને હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં જમીન પર સૂવાનો વારો આવ્યો હતો.
મોડી રાત્રીના ૧૨ થી સવારના ૪ વાગ્ા સુધી ૧૦૮ની દોડાદોડી બાદ ૫૦થી વધુ બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જી.જી.હોસ્૫િટલના અધિક્ષક ડો.દિપક તિવારીએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, બાળકોને સારવાર આપવામાં આવી રહી છે, બાકીનાને રજા અપાઇ છે અને આ દાખલ કરાયેલાની તબીયત સારી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ જી.જી. હોસ્પીટલમાં હાલ ૧૦ મહિલા સહિત ૧૫ દર્દીઓ દાખલ છે.
હાપા એલગન સોસાયટી વિસ્તારમાં મોટાભાગના કોળી પરિવારો રહે છે, ત્યાં ગઈ રાત્રે ગણપતિ મહોત્સવ દરમિયાન બિરીયાની પ્રસાદી પે બનાવાઇ હતી અને જે પરિવારના સભ્યોએ પ્રસાદ આરોગ્યો હતો, તે પૈકીના ખાસ કરીને નાના બાળકોમાં અસર જોવા મળી હતી અને રાત્રીના ૧૨.૩૦ વાગ્યાથી ઝાડા ઉલટીની અસર થતાં બાળકોને જી.જી. હોસ્પિટલમાં લાવી રહ્યા હતાં. જે વહેલી સવારે ૪.૦૦ વાગ્યા સુધી દોડધામ ચાલુ રહી હતી. પીડિયાટિ્રક વિભાગમાં બાળકો અને તેના વાલીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો અને બેડ ખુટી પડા હતા. એક એક ૧૦૮ ની એમ્બ્યુલન્સમાં પાંચથી દસ બાળકોને સારવાર માટે લઈ આવવાનો વારો આવ્યો હતો. યારે બેડ ખૂટી પડતાં બાળકોને જમીન પર સુવડાવીને સારવાર લેવી પડી હતી.
વહેલી સવાર સુધીમાં ૪ વર્ષ થી લઈને ૧૭ વર્ષ સુધીના કુલ ૨૬ બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જો કે તમામ બાળકો ભયમુકત છે. આ ઉપરાંત અન્ય સંખ્યાબધં બાળકો સહિતના ભોગ બનનારને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે. આ બનાવની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા પણ દોડતી થઈ છે, યારે પંચકોસી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ મોડી રાત્રે દોડતો થયો હતો. આ બનાવની જાણ થવાથી સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેશભાઈ બાંભણીયા અને નગરસેવક જીતેશ શીંગાળા વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતાં અને સારવાર માટે મદદ કરી હતી.
ગણપતિ મહોત્સવના પ્રસાદ વિતરણ બાદ બાળકોએ ભોજન લીધું હતું અને ડોકટરોના કહેવા મુજબ બીરીયાની ખાધા પછી બાળકોને ઝાડા–ઉલટીની અસર થઇ હતી. રાત્રે જી.જી.હોસ્પિટલના ડીન ડો.નંદીનીબેન દેસાઇ, અધિક્ષક ડો.તિવારી સહિતના ડોકટરો સતત માર્ગદર્શન આપી રહ્યા હતાં.
એલગન સોસાયટી વિસ્તારમાં રાત્રીના ગણેશ મહોત્સવમાં મસાલાવાળા ભાત પ્રસાદરૂપે ભોજનમાં લીધા બાદ વિપરીત અસર થતા ભારે દોડધામ મચી ગઇ હતી અને હોસ્પીટલ ખાતે આખી રાત ચહલ પહલ જોવા મળી હતી, તાબડતોબ સારવાર આપવામાં આવી હતી દરમ્યાનમાં જાણવા મળ્યા મુજબ જી.જી. હોસ્પીટલમાં હાલ ૧૦ મહિલા સહિત ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે અને તેઓને તબીબો દ્રારા સારવાર આપવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech