વિશ્વના કરોડો બાળકોના માથે જળવાયુ પરિવર્તનનું સંકટ હોવાનું એક રિપોર્ટમાં સામે આવતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વાસ્તવમાં યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફડં (યુનિસેફ) એ હાલમાં જ એક રિપોર્ટ જાહેર કર્યેા છે જેમાં આવનારા વર્ષેામાં બાળકો માટે વધી રહેલા પર્યાવરણીય જોખમો અંગે ગંભીર ચિંતા વ્યકત કરવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર આવનારા દાયકાઓમાં એટલે કે વર્ષ ૨૦૫૦ સુધી બાળકોને ગરમીના લહેર, પૂર અને જંગલની આગ જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડશે.
રિપોર્ટ અનુસાર ૨૦૫૦ની પેઢીને હવે અત્યાર કરતાં વધુ ગરમીનો સામનો કરવો પડી શકે છે. અભ્યાસ મુજબ ૨૦૫૦ સુધીમાં વિશ્વનું તાપમાન હવેથી લગભગ આઠ ગણું વધી શકે છે. જેનો અર્થ એ છે કે, બાળકોને વધુ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. વધુમાં પૂરનું જોખમ ૨૦૦૦ થી ત્રણ ગણું થઈ શકે છે, જે બાળકોને તેમના ઘરો અને શાળાઓમાંથી વિસ્થાપિત કરી શકે છે. યુનિસેફના રિપોર્ટ અનુસાર આગામી વર્ષેામાં ગરમીના કારણે જંગલમાં આગ લાગવાનું જોખમ વધશે અને ૨૦૦૦ની સરખામણીમાં ૨૦૫૦ સુધીમાં આ જોખમ બમણું થઈ શકે છે જે બાળકોના જીવન અને સંપત્તિ માટે ખતરો બની શકે છે. આબોહવા પરિવર્તનને કારણે, વધેલી ગરમી, પૂર, દુષ્કાળ બાળકોના ભવિષ્ય માટે મોટા પડકારો સર્જી શકે છે. કારણ કે આબોહવા પરિવર્તન તેમના સ્વાસ્થ્ય, સલામતી અને જીવનની ગુણવત્તા પર ઐંડી અસર કરી શકે છે.
યુનિસેફના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિશ્વભરમાં ૧૦૦ કરોડથી વધુ બાળકો જળવાયુ પરિવર્તનના કારણે વધતા જોખમોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ઓછા વિકસિત દેશોમાં રહેતા બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ જ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ચાડ અને નાઈજીરિયા જેવા દેશોમાં બાળકો કલાઈમેટ ચેન્જથી સૌથી વધુ જોખમમાં છે. આ દેશોમાં બાળકો પહેલાથી જ સ્વચ્છ પાણીનો અભાવ, સ્વચ્છતાની સમસ્યાઓ, શિક્ષણનો અભાવ અને આરોગ્ય સેવાઓની અપૂરતી જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હવે આ સમસ્યાઓની સાથે કલાઈમેટ ચેન્જના જોખમોએ તેમનું જીવન વધુ જોખમી બનાવી દીધું છે.
યુનિસેફનો આ અહેવાલ એ વાત પર ભાર મૂકે છે કે, હવામાન પરિવર્તનના જોખમનો સામનો કરી રહેલા આ બાળકો માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની જર છે. જે દેશોમાં પહેલાથી જ બાળકોને જરી માત્રામાં પ્રોટીન મળતું નથી, ત્યાં આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે એક યોજના બનાવવી પડશે, જેથી બાળકો માટે સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરી શકાય. વિશ્વના કરોડો બાળકો આ મોટા સંકટના પડછાયા હેઠળ છે, આબોહવા પરિવર્તન મોટી તબાહી સર્જી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું
April 12, 2025 11:34 PMLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMUS ટેક કંપનીઓને રાહત, ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર્સને રેસિપ્રોકલ ટેરિફમાંથી આપી છૂટ
April 12, 2025 09:15 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech