મોરબીના સાત મહિનાના બાળકને ચાંદીપુરા શંકાસ્પદ: ઝનાનામાં દાખલ

  • July 31, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અને રાજ્યમાં ચાંદિપુરાના શંકાસ્પદ કેસની વધતી સંખ્યાની સામે દર્દીઓનો સ્વસ્થ થવાનો આંક પણ વધી રહ્યો છે. ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષની પડધરીની ચાંદિપુરા પોઝિટિવ બાળકીને ગંભીર સ્થિતિમાંથી તબીબોએ સ્વસ્થ કરી રજા અપાતા પરિવાર અને બાળકી સ્મિત સાથે ઘરે ગયા હતા. ગઈકાલે ઝનાના હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગ અને સિવિલ હોસ્પિટલમાં મળી આઠ દર્દીઓ સારવારમાં હતા જયારે ગત રાત્રીના મોરબીના સાત મહિનાના બાળકને પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવતા સંખ્યા નવ થઇ છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી જિલ્લામાં ખેત મજૂરી કામ કરતા પરિવારના સાત મહિનાના બાળકને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હોવાથી સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર લીધી હતી એમ છતાં તકલીફ વધતા રાત્રીના ઝનાના હોસ્પિટલમાં લાવતા તબીબી તપાસ દરમિયાન બાળકની મેડિકલ હિસ્ટ્રી જોતા ચાંદિપુરાના સંભવિત લક્ષણ હોવાનું જણાતા દાખલ કરવામાં આવ્યું છે. અને હાલ સઘન સારવાર શરૂ છે. બાળકના સેમ્પલ લઇ આજે ગાંધીનગરની લેબ ખાતે મોકલવામાં આવનાર છે.
રાજ્યમાં ચાંદિપુરાની વાત કરીએ તો ગઈકાલે સાંજે છ વાગ્યા સુધી આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ રાજ્યમાં 137 શંકાસ્પદ કેસ છે, જેમાંથી 51 કેસ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે અને 29 દર્દીઓ હાલ સારવારમાં છે, જયારે 52 દર્દીઓ સ્વસ્થ બનતા રજા આપવામાં આવી છે. મૃત્યુનો આંક 56 થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News