ભારતીય હવામાન આધાર કાર્ડ માટે અનુકુળ નહીં હોવાનો મૂડીઝનો દાવો

  • September 26, 2023 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આધાર જારી કરનાર સરકારી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) એ આંતરરાષ્ટ્ર્રીય રેટિંગ એજન્સી મૂડીઝના દાવાને નકારી કાઢો છે, જેમાં આધાર સિસ્ટમ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વૈશ્વિક રેટિંગ કંપની મૂડીઝે આધારને હવામાન સાથે જોડીને તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. મૂડીઝની દલીલ છે કે ભારતમાં ખૂબ ભેજવાળી આબોહવા છે, તેથી બાયોમેટિ્રક ટેકનોલોજીનો ઉપયોગ અવિશ્વસનીય છે. રેટિંગ એજન્સીએ દેશમાં આધાર જેવી કેન્દ્રિય ઓળખ પ્રણાલીમાં ગોપનીયતા સુરક્ષા અંગે ચિંતા વ્યકત કરી છે.મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું કે આધાર સિસ્ટમ ઘણીવાર રેકવેસ્ટ નકારી દે છે અને તેની બાયોમેટિ્રક ટેકનોલોજી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં મેન્યુઅલ લેબર સાથે તેની કામગીરી શંકાસ્પદ છે.

યુઆઈડીએઆઈએ મૂડીઝના દાવાને નકારી કાઢતા કહ્યું કે રોકાણકાર સેવાએ કોઈપણ પુરાવા વિના આધાર વિદ્ધ દાવા કર્યા છે. આધાર એ વિશ્વની સૌથી વિશ્વસનીય ડિજિટલ ઓળખપત્ર છે.
છેલ્લા એક દાયકામાં એક અબજથી વધુ લોકોએ આધાર પર વિશ્વાસ વ્યકત કર્યેા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧.૨ અબજ આધાર કાર્ડ જારી કરવામાં આવ્યા છે, પરંતુ આ સાચો આંકડો નથી. એ પણ જણાવ્યું કે રિપોર્ટમાં એ હકીકતને નજરઅંદાજ કરવામાં આવી છે કે બાયોમેટિ્રક ઓથેન્ટિકેશન ફેસ અને આઈરિસ ઓથેન્ટિકેશન દ્રારા પણ કરી શકાય છે. ઘણા મામલાઓમાં મોબાઈલ ઓટીપીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application